કાર્યવાહી:પાલનપુરમાં ત્રણ શાળા એક મેડિકલ સ્ટોર સીલ

પાલનપુર15 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • બિયુ પરમિશન અને ફાયર એનઓસી ન હોવાથી પાલિકાની કાર્યવાહી પણ નામ છુપાવ્યા
  • પાલિકાના એન્જિનિયર પ્રણવ રાવલે કહ્યું અધિકારીએ નામ આપવાની ના કહી છે

પાલનપૂર નગરપાલિકાના ટીપી કમિટીના અધિકારીઓએ શહેરમાં બિયુ પરમિશન અને ફાયર એનઓસી ન હોવાથી ત્રણ શૈક્ષણિક સંકુલ અને એક મેડિકલ સ્ટોરને સીલ મારવામાં આવ્યા હતા.જેને લઈ ફફડાટ ફેલાયો છે. જોકે પાલિકાએ કાર્યવાહી કર્યા પછી પણ નામ આપવાનો ધરાર ઈન્કાર કરી દીધું છે.પાલિકાના એન્જિનિયર પ્રણવ રાવલ પાસે નામ માગતાં અધિકારીએ નામ આપવાની ના પાડી છે.તેવો જવાબ આપ્યો હતો.સીલ કરવા છતાં પણ કેમ નામ જાહેર કરાતા નથી તેને લઈ શહેરમાં અનેક ચર્ચા થવા લાગી છે.

પાલિકા દ્વારા પાલનપુરમાં જે શૈક્ષણિક સંકુલ કે મેડિકલ સ્ટોરમાં બિયુ પરમિશન તેમજ ફાયર એનઓસી ન હોય તેવા સંચાલકો સામે ટીપી કમિટીના અધિકારીઓએ એ લાલ આંખ કરી છે. જ્યાં સોમવારે મોડી સાંજે પાલનપુરની ત્રણ શૈક્ષણિક સંકુલ તેમજ એક મેડિકલ સ્ટોરને સીલ માર્યા હતા. આ અંગે પાલિકાના એન્જિનીયર પ્રણવ રાવલે જણાવ્યું કે,પાલનપુરની ત્રણ જેટલી શૈક્ષણિક સંકુલ તેમજ એક મેડિકલ સ્ટોરમાં બિયું પરમિશન અને એક મેડિકલ સ્ટોરમાં ફાયર એનઓસી ન હોવાથી સીલ મારવાંમાં આવ્યા છે.

પરંતુ સીલ કઈ સંકુલ તેમજ સ્ટોરમાં માર્યા છે તેનું નામ આપવાનુઁ પૂછતાં તેમણે અધિકારીએ નામ આપવાની ના પાડી હોવાનું કહી નામ આપવાનો સ્પષ્ટ ઇન્કાર કર્યો હતો. પાલિકાના એન્જિનિયર સીલ મારેલી ત્રણ શાળા અને એક મેડિકલ સ્ટોરનું નામ આપવાનો કેમ ઈન્કાર કરે છે તેને લઈ અનેક તર્કવિતર્ક વહેતા થયા છે.

અન્ય સમાચારો પણ છે...