તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:પાલનપુરના આકેસણ નજીકથી 3 લાખના 30 ગ્રામ એમ.ડી ડ્રગ્સ સાથે ત્રણ શખ્સો ઝડપાયા

પાલનપુર23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બનાસકાંઠા એસઓજીની ટીમે કાર સહિત કુલ રૂપિયા 5.38 લાખનો મુદ્દામાલ કબ્જે લીધો

પાલનપુર એસ.ઓ.જીની ટીમે મંગળવારે આકેસણ વડેચા રોડ ઉપર એક કારનો પીછો કરી 3 લાખના 30 ગ્રામ એમ.ડી મેફેડ્રોન ડ્રગ્સ સાથે ત્રણ શખ્સોને ઝડપી લીધા હતા. આ અંગે કાર સહિત કુલ રૂપિયા 5.38 લાખનો મુદ્દામાલ કબ્જે લઇ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

પાલનપુર એસઓજી પીએસઆઇ એમ. કે. ઝાલા સ્ટાફ સાથે મંગળવારે પેટ્રોલીંગમાં હતા. દરમિયાન પાલનપુર તાલુકાના આકેસણ રોડ ઉપર સિલ્વર કલરની સ્વિફ્ટ ગાડી નંબર આર. જે. 19 સી. એફ. 4594 આવતા એનો પીછો કર્યો હતો. અને આકેસણ થી ગઠામણ ગામ તરફ નીકળતા નેળીયામાં કારને રોકાવી ચેક કરતા અંદરથી રૂપિયા 3,00,000નું 30 ગ્રામ એ.ડી મેફેડ્રોન ડ્રગ્સ મળી આવ્યું હતુ.

આ અંગે રૂપિયા 2 લાખની કાર, મોબાઈલ નંગ 4 કિ.10,500, એક માઇકો ઇલેકટિક કાંટો કિ.1000,તથા 26,630 રોકડ રકમ મળી કુલ 5,38,130નો મુદ્દામાલ જપ્ત કરી પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે NDSP એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

આરોપીઓ
1.પ્રવિણપુરી રામપુરી ગૌસ્વામી (રહે.દૈયપ તા-વાવ)
2.પ્રકાશકુમાર મફ્તલાલ નથાજી ખત્રી (રહે.ડુંગરવા તા.બગોડા જી.જાલોર,રાજસ્થાન) હાલ રહે.મોજીયાવાસ કોલોની સાંચોર તા.સાંચોર જી.જાલોર (રાજસ્થાન)
3.કમલેશકુમાર રમણીકલાલ સોની રહે.ડીસા)

અન્ય સમાચારો પણ છે...