અકસ્માત:છાપી હાઇવે પર રોંગ સાઇડે આવતી ટ્રકે કારને ટક્કર મારતાં ત્રણને ગંભીર ઇજા

છાપી11 દિવસ પહેલા
  • કૉપી લિંક

વડગામ તાલુકાના છાપી હાઇવે નજીક બુધવારની મોડી રાત્રે એક કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં સિંગર સહિત ત્રણને ગંભીર ઇજાઓ થતાં સારવાર માટે મહેસાણા ખસેડવામાં આવ્યા હતા. દાંતીવાડાના ગાયિકા સપનાબેન અરવિંદભાઈ દરજી પોતાની કાર નંબર જીજે-01-આરવાય-9961માં બુધવારની મોડી રાત્રે પાટણ પાસે એક કાર્યક્રમમાં હાજરી આપી પરત દાંતીવાડા જઇ રહ્યા હતા.

તે દરમિયાન પાલનપુર-મહેસાણા હાઇવે ઉપર છાપી નજીક આવેલ શિવશક્તિ હોટલ આગળ પાલનપુર તરફથી રોંગ સાઇડે આવતી એક ટ્રકના ચાલકે સ્ટેયરિંગ ઉપરનો કાબુ ગુમાવી કારને જોરદાર ટક્કર મારતા કારના આગળના ભાગના ફુરચા ઉડી ઉડી ગયા હતા.

દરમિયાન કારમાં સવાર સિંગર સપના દરજી , અરવિંદભાઈ પ્રતાપજી દરજી તેમજ કારના ચાલકને શરીરે ગંભીર ઈજાઓ થતાં તાત્કાલિક સારવાર માટે મહેસાણા ખસેડ્યા હતા. જોકે અકસ્માત સર્જી ટ્રક ચાલક ટ્રક મૂકી ફરાર થઇ ગયો હતો. અકસ્માતની જાણ થતાં છાપી પોલીસ ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી. અકસ્માતમાં ઘવાયેલ સિંગર સહિત તમામની તબિયત સ્થિર હોવાનું જાણવા મળે છે.

અન્ય સમાચારો પણ છે...