કાર્યવાહી:પાલનપુરમાં રેલવે સિગ્નલના ત્રણ લાખના કેબલ ચોરીનો ભેદ ઉકેલાયો

પાલનપુર4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે ચાર શખ્સોને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

પાલનપુરમાં રેલવે સિગ્નલ માટે લવાયેલો 1013 મીટર કેબલ ચોરી થઈ હતી જેની અંદાજીત ત્રણ લાખ જેટલી હતી જેને પશ્ચિમ પોલીસે ગુનો ડિટેકટ કરી રવિવારે ચાર ચોર સાથે કેબલ ઝડપી પાડ્યો હતો.

શહેર પશ્ચિમ પોલીસ પેટ્રોલીંગમા હતી તે દરમ્યાન ખાનગી રાહે બાતમી હકીકત ગુનામા રેલવે સિગ્નલ માટે લવાયેલો કેબલ ચોરાયો હતો જે કેબલ 1013 મીટર રૂ. 3 લાખનો મુદ્દામાલ પશ્ચિમ પોલીસે મંગળભાઈ કાળુભાઇ કોળી (બાવરી) ઉ.વ.22, રવિભાઇ લક્ષમણભાઇ વઢીયાર (બાવરી) ઉ.વ.25, પુનાભાઈ કાશ્મીરભાઈ જાતે.કોળી (બાવરી) ઉ.વ.35 બાદલભાઈ ઓમપ્રકાશભાઈ કોળી (બાવરી) ઉ.વ.28 (તમામ રહે.તારાનગર બાવરી ડેરા) પાલનપુરને પકડી મુદ્દામાલ કબ્જે કરી ચાર સામે ગુનો નોંધાયો હતો.

અન્ય સમાચારો પણ છે...