તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ખાણ-ખનીજ વિભાગનો સપાટો:ડીસા તાલુકાના રાણપુર થી રાત્રી દરમિયાન ખનીજ ભરી જતા ત્રણ ડમ્પરો જપ્ત

પાલનપુર18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ખાણ ખનીજ વિભાગે અંદાજિત 1 કરોડથી વધુ નોમુદ્દામાલ જપ્ત કરી 8 લાખથી વધુનો દંડ વસુલ કરવાની કાર્યવાહી હાથ ધરી

બનાસકાંઠા જિલ્લાના ખાણ ખનીજ વિભાગ દ્વારા રાત્રી દરમિયાન ડીસા તાલુકાના રાણપુરથી ગેરકાયદેસર શાદી રીતી ભરીને જતા ત્રણ ડમ્પરો ઝડપી પાડયા છે, ત્રણેય ડમ્પરોને દાંતીવાડા પોલીસ સ્ટેશન ખાતે મોકલી ભૂસ્તર વિભાગ દ્વારા આગળ ની તપાસ હાથ ધરી છે.

બનાસકાંઠા જિલ્લામાં ભૂસ્તર વિભાગ દ્વારા રાત્રીના સમયે ખનીજ ચોરીની બાતમી મળતા ડીસા તાલુકાન રાણપુર ખાતે સાદી રેતી ભરીને જતા 01 RJ 27 GD 5364, 02 RJ 52 GA 3578, 03 RJ 24 GA 4712 નંબરના ત્રણ ડમ્પર ગેરકાયદેસર વહન કરતા ધ્યાને આવતા ત્રણેય વાહનોને સિઝ કરી દાંતીવાડા પોલીસ સ્ટેશન ખાતે મુકવામાં આવ્યા છે.

ભૂસ્તર વિભાગ દ્વારા અંદાજીત 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત કરી ડમ્પર માલિકોને 8 લાખની દંડ વસુલાત કરવાની તજવીજ હાથ ધરી છે. ભૂસ્તર શાસ્ત્રી સુભાસ જોશીની કાર્યવાહીના પગલે ખનીજ માફિયાઓમાં ફફડાટ ફેલાયો છે.

અન્ય સમાચારો પણ છે...