તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચુકાદો:પાલનપુરના પટોસણમાં મારામારીના કેસમાં ત્રણ આરોપીને 6 માસની સજા

પાલનપુર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • પાલનપુરની બીજી એડિશનલ ચીફ જયુડીશિયલ કોર્ટનો ચુકાદો

પટોસણ ગામે ત્રણ વર્ષ અગાઉ હૂમલો કરનારા ત્રણ આરોપીઓને પાલનપુરની બીજી એડિશનલ ચિફ જયુડીશિયલ કોર્ટના ન્યાયાધીશે છ માસની સજા અને રૂપિયા 500ના દંડની સજાઓ હુકમ કર્યો હતો.

પાલનપુર તાલુકાના પટોસણ ગામે વર્ષ 2018માં અશોકજી પરથીજી ઠાકોર, લાલજીજી પરથીજી ઠાકોર અને ભાવીસણાના મનુજી કુંવરજી ઠાકોર બાઇક નંબર જીજે. 8. એ. આર. 0022, જીજે. 08.એ. એચ. 5298 અને એકટિવા નંબર જીજે. 8. એ. એમ. 6415 ઉપર ઘર આગળ જઇ ફોન કેમ કરેલો હતો. તેમ કહી અનિલભાઇ તેમજ છોડાવવા માટે આવેલા દાડમબેનને ગડદા પાટુનો મારમારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.

આ અંગેનો કેસ પાલનપુરની બીજી એડિશનલ ચિફ જયુડીશિયલ કોર્ટમાં ચાલી જતાં ન્યાયાધીશ ગૌરવકુમાર સોમાભાઇ દરજીએ સરકારી વકીલ વી. આર. પટેલની દલીલો ગ્રાહ્ય રાખી ત્રણેય આરોપીઓને છ માસની સાદી કેદ અને રૂપિયા 500નો દંડ જો દંડ ન ભરે તો વધુ 3 માસની સાદી કેદની સજાઓ હુકમ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો