એટ્રોસિટી એક્ટ:દેવપુરામાં જમવા આવેલાને સરપંચને જાતિ અપમાનિત કરીને કાઢી મુક્યા

પાલનપુર25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બે શખ્સો સામે એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ

દેવપુરામાં જમવા આવેલાને સરપંચને જાતિ અપમાનિત કરીને કાઢી મુક્યા હતા.દેવપુરા ગામના રાહુલ હરગોવિંદ પરમાર સોમવારે ગામના રતાજી બાબુજી ઠાકોરની વાર્ષિક પુણ્યતિથિ હોવાથી તેમના દીકરા હરેશજીએ ગામના લોકોને જમવાનું આમંત્રણ આપ્યું હતું.દરમિયાન સોમવારે સવારે સાડા નવેક વાગ્યાના સુમારે સરપંચ ઘરે હતા ત્યારે ગામના દેસાઈ વિષ્ણુભાઈ અને શ્રવનજી ઠાકોર આવેલા અને ત્યાં ગામના જુના સરપંચ સરતનજી ભીખાજી ઠાકોર અને તેમનો દીકરો અભેસંગ ઠાકોર બેઠલા હતા.

તેઓ રાહુલ હરગોવિંદભાઈ પરમારને જોઈને અપમાનિત શબ્દો બોલી આમંત્રણ આપેલ છે અને તે સરપંચ છે તો શું થઇ ગયું તે આપણી સાથે થોડો બેસી શકે તેમ કહી કાઢી મુકેલા ત્યારબાદ ગામના સરતનજી ભીખાજી ઠાકોર અને અભેસંગ સરતનજી ઠાકોર સામે ગુનો નોંધાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...