તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મુશ્કેલી:ગઢમાં ચામુંડા માતાજી મંદિર પાસે હોડા જવાના માર્ગ પર ઠેરઠેર ગાબડાંનુ રાજ

ગઢ10 દિવસ પહેલા
 • કૉપી લિંક
મસમોટા ગાબડાંથી લોકો સહિત રાહદારીઓ હેરાન થઈ જાય છે. - Divya Bhaskar
મસમોટા ગાબડાંથી લોકો સહિત રાહદારીઓ હેરાન થઈ જાય છે.
 • કાદવથી મંદિરે આવતા દર્શનાર્થીઓની લાગણી દુભાઈ રહી છે

પાલનપુર તાલુકાના ગઢ સ્થિત ચામુંડા માતાજીના મંદિર પાસેથી પસાર થતો હોડા તરફ જવાના માર્ગે મસમોટા ગાબડા તેમજ કાદવ-કીચડથી લોકો પરેશાની ભોગવી રહ્યા છે.અહીંથી પસાર થતા વાહનચાલકો સહિત મંદિરે આવતા દર્શનાર્થીઓની લાગણી દુભાઈ છે.

ગઢ-ખસા રોડથી ગઢ ચામુંડા મંદિરે જવાના હોડા માર્ગ ઉપર ગાબડા પડી ગયા છે. જે ગાબડાઓમાં પાણી ભરાઈ જવાથી કાદવ-કીચડનું સામ્રાજ્ય બની જવા પામ્યું છે. આ માર્ગ ઉપર ચામુંડા માતાજીનું મંદિર આવેલું હોવાથી દર્શન કરવા જતાં દર્શનાર્થીઓની પણ લાગણી દુભાય છે. અહીંથી પસાર થતી ગ્રામ પંચાયતની પાઈપલાઈનમાં લીકેજને કારણે અહીં કાદવ-કીચડ થઈ રહ્યું છે. જેને લીધે અહીંથી પસાર થતા લોકોમાં નારાજગી જોવા મળી રહી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો