મુશ્કેલી:ગઢ ગામના પ્રવેશદ્વારથી બસ સ્ટેન્ડ સુધીનાં માર્ગો ઉપર ઠેરઠેર ગાબડાં તેમજ બેન્ક આગળ ચાર ફૂટનો ભુવો પડ્યો

ગઢએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગામનાં પ્રવેશદ્વાર વિમળા વિદ્યાલય કોલેજથી ગઢ ત્રણ રસ્તાથી વડલા તેમજ સરદારચોકથી બસસ્ટેન્ડ સુધીનાં માર્ગો ઉપર ગાબડાં પડી ગયા છે. હાલમાં ચોમાસાની સિઝન હોઇ હાલમાં ગાબડામાં ઠેરઠેર પાણી ભરાઈ જવાથી લોકો મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે.

એસબીઆઈ બેન્ક આગળ ચાર ફૂટ જેટલો ભુવો પડી જવાથી મોટી દુર્ઘટના સેવાઈ રહી છે. આ અંગે સરદાર પટેલ યુવક મંડળના પ્રમુખ ભરતભાઇ ગામીએ જણાવ્યું હતું કે ‘છેલ્લા બે વર્ષથી ત્રણ રસ્તાથી બસ સ્ટેન્ડ સુધી ગાબડાં પડી ગયા છે. અગાઉ જિલ્લા કલેકટરને પણ રજુઆત કરી છે. માર્ગ અને મકાન વિભાગ સત્વરે આ માર્ગ રીપેર કરાવે તેવી અમારી માંગ છે.

અન્ય સમાચારો પણ છે...