તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્યાંથી વાંચે ગુજરાત?:ભાભરમાં પુસ્તકાલય જ્યાં ફાળવાયું ત્યાં હજુ વીજકનેક્શન જ નથી

પાલનપુર9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પુસ્તકાલય જ્યાં શિફ્ટ કર્યું તે રૂમમાં પાણી, સફાઈ, કે ગ્રંથપાલ પણ નથી

ભાભર નગરપાલિકા વિસ્તારમાં જ્યાં પુસ્તકાલય ફાળવાયું ત્યાં વીજકનેક્શન જ નથી,જૂની જગ્યાએથી પુસ્તકાલય જ્યાં શિફ્ટ કર્યું તે નગરપાલિકાના કોમ્પ્લેક્સના રૂમમાં લાઈટ, પાણી, સફાઈ, કે ગ્રંથપાલ છે જ નહીં જેને લઈ વાચકો આવતા નથી. યુવાનોને અન્યાય થઈ રહ્યો છે.

ભાભરમાં તાલુકા પુસ્તકાલય આવેલ હતું જે એક ટ્રસ્ટ ચલાવતું હતું ત્યારે ભાભર અને આજુબાજુ થી ઘણા વિદ્યાર્થીઓ, યુવાનો,વડીલો પુસ્તકાલયમાં વાંચવા માટે ઉપયોગ કરતા હતા પણ ટ્રસ્ટે ના પાડતા પુસ્તકાલય બંધ કરવામાં આવનારું હતું પણ યુવાનોએ આજીજી કરી નગરપાલિકામાં રજૂઆત કરી અને પુસ્તકાલય જ્યાં શિફ્ટ કર્યું તે રૂમમાં લાઈટ, પાણી, સફાઈ, કે ગ્રંથપાલ છે જ નહીં અને બંધ હાલતમાં ખંડેર બની ગયું છે.

સ્થાનિક અર્જુનસિંહ વાઘેલાએ જણાવ્યું કે" ટ્રસ્ટે ના પાડતા પુસ્તકાલય બંધ કરવામાં આવનારું હતું પણ યુવાનોએ આજીજી કરી નગર પાલિકામાં રજૂઆત કરી અને પુસ્તકાલય ત્યાંથી નગરપાલિકાનાં કોમ્પ્લેક્સમાં શિફ્ટ કર્યું પણ ત્યાં દેખરેખ રાખવાનું કોઈ ન મળતાં માત્ર ને માત્ર ધૂળ ખાઈ રહી છે બંધ હાલતમાં ખંડેર બની ગયું છે આ બાબતે નગરપાલિકા માં રજૂઆત પણ થઇ પણ કોઈ નિરાકરણ આવ્યુ નથી.તો બીજીતરફ પાલિકાના સૂત્રોએ જણાવ્યું હતું કે "સામાન્ય સભામાં લાઈબ્રેરી બાબતે પ્રશ્ન લેવાઈ ગયો છે આવનાર સમયમાં યોગ્ય નિરાકરણ આવી જશે. "

અન્ય સમાચારો પણ છે...