ચોરી:કલેકટર ગેટ બહાર ગલ્લાનું તાળું તોડી સામાનની ચોરી

પાલનપુર12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દુકાનદારે ફરિયાદ નોંધાવવા તજવીજ હાથ ધરી

પાલનપુરમાં કલેકટર કચેરીના ગેટ નજીક મંગળવારે રાત્રે તાળું તોડી અંદર પડેલ માલ સામાન ચોરી થતા દુકાનદાર હતાશ થઈ ગયો હતો.આ અંગે પોલીસને જાણ કરાઈ હતી.પાલનપુર જોરાવર પેલેસના મેઈન દરવાજા બહાર દુકાન ધરાવતા સુરેશભાઈ રોજિંદા મુજબ બુધવારે વહેલી સવારે 5 વાગે ગલ્લો ખોલે તે પહેલાં ગલ્લાનું તાળું તૂટેલું જોઈને ગભરાઈ ગયો હતો ત્યારબાદ ગલ્લો ખોલીને જોયું તો અંદર પડેલ માલા સામાન ચોરાઈ જતા ગરીબ પરિવાર હતાશ થઈ ગયો હતો.આ બાબતે દુકાનદાર સુરેશભાઈએ જણાવ્યું કે રોજિંદા મુજબ ગલ્લો ખોલવા આવ્યો ત્યારે દુકાનનું તાળું તૂટેલું હતું અંદર પડેલ તમામ માલ ચોરાઈ ગયો છે.પોલીસને જાણ થતાંફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...