તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચોરી:પાલનપુર નજીક ચાલુ ટ્રેનમાંથી 5.55 લાખ ભરેલા પર્સની ચોરી

પાલનપુર25 દિવસ પહેલા
  • કૉપી લિંક

કર્ણાટકના વેપારી ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હતા. ત્યારે પાલનપુર રેલવે સ્ટેશન નજીક ચાલુ ટ્રેનમાં કોઇ અજાણ્યો શખ્સ રૂપિયા 5.55 લાખના દાગીના ભરેલું પર્સ ચોરી કરી લઇ ગયો હતો. આ અંગે તેમણે રેલવે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જે પાલનપુર રેલવે પોલીસે ટ્રાન્સફર થતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

પાલનપુર નજીક ટ્રેનમાં બનેલી ચોરીની ઘટનાની વિગતો આપતાં પાલનપુર રેલવે પોલીસ મથકના ઓફિસરે જણાવ્યું હતુ કે, મુળ રાજસ્થાનના શિવાના બાડમેરના અને હાલ કર્ણાટકમાં ધંધાર્થે સ્થાયી થયેલા માદારામ મોટારામજી ચૌધરી (ઉ.વ.45) બિકાનેર - યશવંતપુર ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હતા. ત્યારે પાલનપુર રેલવે સ્ટેશન નજીક ચાલુ ટ્રેને કોઇ અજાણ્યા શખ્સે રૂપિયા 5,55,000ના સોનાના દાગીના ભરેલું ક્રીમ કલરનું લેડીઝ પર્સ તેમજ એક મોબાઇલની ચોરી કરી હતી. આ અંગે તેમણે રેલવે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જે ટ્રાન્સફર થઇને પાલનપુર રેલવે પોલીસ મથકે આવતાં પોલીસે ગૂનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...