તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચોરી:અમીરગઢના અજાપુર વાંકા ગામે એક ખેતરના શેઢા પરથી 2 ચંદનના વૃક્ષોની ચોરી

પાલનપુર23 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • બે લાખની કિંમતના બે ચંદનના વૃક્ષોની થઈ ચોરી
  • ખેડૂતો 11 વર્ષ પહેલા 500 જેટલા ચંદનના વૃક્ષોનું કર્યુ હતું વાવેતર

બનાસકાંઠા જિલ્લાના અજાપુર વાંકા ગામે એક ખેતરના શેઢા પરથી 2 ચંદનના વૃક્ષોની ચોરી થવાની ઘટના સામે આવી છે. ખેડૂતે 500 જેટલા ચંદનના વૃક્ષોનું વાવેતર કર્યું છે. ત્યારે ખેતરના શેઢા પરથી બે ચંદનના વૃક્ષો કાપી કોઈ અજાણ્યા ઈસમો લઈ જતા ખેતર મલિકે અમીરગઢ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

ચંદનના વૃક્ષોની ઊંચાઈ પચીસથી ત્રીસ ફૂટબનાસકાંઠા જિલ્લાના અમીરગઢ અજાપુર વાંકા ગામે ખેતી કરતા મૂળજી ભાઈ દેસાઈ એ વિકાસ વાડીમાં 11 વર્ષ પહેલાં 500 જેટલા ચંદનના વૃક્ષોનું વાવેતર કર્યું હતું. હાલમાં તે ચંદનના વૃક્ષોની ઊંચાઈ પચીસથી ત્રીસ ફૂટ જેટલી છે. જે મૂળજીભાઈના સાથે રહી ચોકીદાર જયેશભાઇ પણ સાચવણી કરી રહ્યા છે.

ખેતર માલિકે અમીરગઢ પોલીસ મથકે ફરિયાદ નોંધાવીજયેશભાઇ સવારના સુમારે ખેતરમાં ગયા ત્યારે ખેતરના શેઢા ઉપર ચંદનના ઝાડોમાંથી બે ઝાડ કોઈ ઈસમો કાપીને ચોરી ગયા હોવાનું માલુમ પડતા જયેશભાઇએ મુળજીભાઈને તાત્કાલિક જાણ કરતાં તેઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. અમીરગઢ પોલીસ સ્ટેશનમાં બે લાખની કિંમતના બે ચંદનના વૃક્ષોની ફરિયાદ નોંધાવી હતી. અમીરગઢ પોલીસે ફરિયાદના આધારે અજાણ્યાં ઈસમો સામે કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...