તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • The Youth Of Palanpur Collected More Than 350 Seeds Of Different Varieties From The Forest And Distributed Them To The People For Free And Got A Place In The India Book Record.

ગૌરવ:પાલનપુરના યુવકે જંગલમાંથી અલગ અલગ જાતના 350થી વધુ બીજ એકત્ર કરી ફ્રીમાં લોકોને વિતરણ કરતા ઇન્ડિયા બુક રેકોર્ડમાં સ્થાન મળ્યું

પાલનપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • યુવકે બીજ પ્રકૃતિ પ્રેમીઓએ અનેક શહેર અને કેટલાક રાજ્યોમાં વિનામૂલ્યે વિતરણ કર્યા

પાલનપુરના પ્રકૃતિ પ્રેમી યુવકને પહેલેથી જ સંગ્રહ કરવાનો શોખ હતો. જંગલમાંથી અલગ અલગ જાતનાં બીજ લાવી અને સંગ્રહ કરતો અને જોતજોતામાં આ યુવકે 350થી વધુ જાતના બીજ લાવી અને બીજ બેંક બનાવી દીધી. જોકે, આ યુવકનો આશય હતો કે અલગ અલગ જાતના બીજ લોકોના ઉપયોગમાં આવે અને આ બીજનું જતન થાય અને જેના થકી લોકો અલગ બીજ અને તેની વનસ્પતિ ને ઓળખે જેને લઇને આ યુવકે બીજનું વિનામૂલ્યે વિતરણ કર્યું. અનેક લોકોને આ વિનામૂલ્યે બીજનું વિતરણ કર્યું જેને લઇને આ યુવકની ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં નોંધ લેવાઇ અને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ દ્વારા ગોલ્ડ મેડલથી સન્માનિત કર્યો અને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન આપ્યું.

પરિવારને પહેલા તો લાગતું કે ભાઈ જંગલમાંથી કચરો લઈને આવે છે અને ઘરમાં આ કચરાથી ગંદકી ફેલાઈ છે. જોકે, પરિવારને પણ આવા બીજ લાવવાથી અણગમો રહેતો પરંતુ આ બીજ કેન્દ્ર લોકોના ઉપયોગમાં આવ્યું વિના મૂલ્ય વિતરણ કર્યું અને આ યુવકને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મળ્યું અને ગોલ્ડ મેડલ દરેક પરિવાર પણ આશ્ચર્યજનક રીતે આ યુવકની ખંત અને મહેનતને જોઈ રહ્યો આજે પરિવારને પણ ખુશી છે કે પોતાના ભાઈએ ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મેળવી અને પરિવારનું બનાસકાંઠા જિલ્લાનું અને સમગ્ર રાજ્યનું નામ રોશન કર્યું છે.

લુપ્ત થતી વનસ્પતિઓના બીજ લાવી અને પાલનપુરના યુવકે તેનો સંગ્રહ કરી અને બીજ કેન્દ્ર થકી લોકોને વિનામૂલ્યે વિતરણ કર્યું જેનો શ્રેય આજે તેણે ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મળશે રાજ્યના મુખ્યમંત્રીએ પણ આ યુવકની સિદ્ધિને બીરદાવી છે અને આ યુવકને પત્ર લખી પ્રોત્સાહિત કર્યો છે.

બીજ બેંક બનાવનાર અને ઇન્ડિયા બુકમાં સ્થાન મેળવનાર મિલન પટેલના મમ્મી હંસાબેન પટેલે જણાવ્યું હતું કે, શરૂઆતમાં તમે કચરો ભેગો કરે એમ કહી અને મિલનને બોલતા હતા કે નોકરીની તૈયારી કરો કેમ કરી ને તેને બીજી ભેગા કરીને લોકો સુધી પહોંચાડવા અને તેને પણ લોકોએ પાર્સલો આપ્યા આજે એનું નામ ઇન્ડિયા બુક રેકોડમાં સ્થાન મેળવવાથી અમને અને આમારા પરિવારને ખુબજ ખુશી થઈ છે.

ઇન્ડિયા ઓફ બુકમાં સ્થાન મેળવનાર મિલન પટેલે જણાવ્યું હતું કે જે અંતર્ગત ઇન્ડિયા બુકમાં રેકોડમાં મારુ નામ આવ્યું છે જેમાં કરોડો કરતા પણ વધારે વનસ્પતિ ઓના બિન સમગ્ર ભારતના પ્રકૃતિ પ્રેમી વક્તિ સુધી મેં પહોંચાડયા છે જે અંતર્ગત આજે મને ગોલ્ડ મેડલ અને સર્ટિ એનાયત કરવામાં આવ્યું છે અને જે મેં પ્રકૃતિ માટે કામ કર્યું છે અને બીજો બેંક બનાવી છે વિનામૂલ્યે બીજનું વિતરણ કર્યું છે જે મારા નામનો રેકોર્ડ આજે ભારતમાં આજે નોંધાયો છે.

વધુમાં મિલન પટેલે જણાવ્યું હતું કે, એક સમય એવો હતો કે મોટા ભાગના વ્યક્તિને એક જ ઉદ્દેશ હોઈ છે નોકરી કરી વેલ સેટ લાઈફ કરે પણ મારો ઉદ્દેશ એવો નાતો હું બને એટલો પ્રકૃતિ માટે કામ કરવા માગતો હતો નોકરી પ્રત્યે મને એટલો મોહ ન હતો મને એવી ઇચ્છા હતી કે વધુમાં વધુ વૃક્ષો જે દુર્લભ થઇ ચુક્યા છે લુપ્ત થઈ ચૂક્યા છે તે ફરી પાછા ખીલે પ્રકૃતિમાં હરિયાળા બની એવો મારો સતત પ્રયાસ રહ્યો હતો તે અંતર્ગત મેં પ્રયાસ ચાલુ રાખ્યો ઘણા બધા બીજો મારી જાતે એકત્રિત કરી લાવતો તેનું વિતરણ કરતો જે ધીમે ધીમે એક સમય એવો આવ્યો કે આજે ઘણા લોકો છે ગુજરાતના કે મને સામેથી બીજી મોકલી આપે છે જેથી હવે મારે જંગલમાં પણ જવું નથી પડતું બીજ એકત્ર કરી સમગ્ર ભારતમાં પ્રકૃતિ પ્રેમીઓની વિનામૂલ્યે પહોચાડું છું.

અન્ય સમાચારો પણ છે...