તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર વિશેષ:ગઢની યુવતીએ 5000 બાળકોને અક્ષરજ્ઞાન આપ્યું

પાલનપુર3 મહિનો પહેલાલેખક: સચિન શેખલિયા
  • કૉપી લિંક
  • યુવતીએ બાળકોને આત્મનિર્ભર બનાવવાનું બીડુ ઝડપી જિલ્લાનું નામ રોશન કર્યુ

ગઢની યુવતીએ ગરીબોના બાળકોને પાયાનું શિક્ષણ આપી મદદ કરીને આત્મનિર્ભર બનાવી રહી છે. 2005 થી લઇને અત્યાર સુધીમાં 5000 ગરીબ અને રખડતા બાળકોને પાયાનું શિક્ષણ આપી સરકારી શાળામાં પ્રવેશ અપાવ્યો છે.ગઢ ગામની દીકરી મનિષા ગોઠીએ 7 માર્ચ 2005 ના દિવસે આઇ.એ. એસ.બનવાનું સપનુ પુરુ કરવા ઘરેથી ખાલી હાથે જ નીકળેલી મનીષાએ મુંબઈમાં ધીરૂભાઇ અંબાણી નોલેજ સીટીમાં ઇન્ટરવ્યું આપી 11 હજારના પગારથી પ્રથમ નોકરીની શરૂઆત કરી હતી.

ગઢની યુવતીએ 4 રાજ્યોના 5000 રખડતા બાળકોને પાયાનુ શિક્ષણ આપ્યું.
ગઢની યુવતીએ 4 રાજ્યોના 5000 રખડતા બાળકોને પાયાનુ શિક્ષણ આપ્યું.

જોકે, પૈસાના અભાવે એક હોસ્ટેલમાં રહી પ્રથમ પંદર સોળ દિવસ જમ્યા વગર વિતાવી વાસીમાં આવેલા મંદિરે પ્રસાદ મળતા ભોજન લીધું હતું. જ્યાં મંદિરમાં ગરીબ અને અનાથ બાળકોને જોઈને તેમને મદદ કરવા પોલીસની પરમિશન લઈ સિગ્નલ પર અને રેલવે સ્ટેશન પર રખડતાં બાળકોને સ્વચ્છ કરવાનું અભિયાન છેડ્યું હતું. તેઓ ઓફિસથી નીકળ્યા પછી સાબુ અને રૂમાલ લઈને જાતે જ એ બાળકોને સ્વચ્છ કરતા અને સાથે સાથે એ બાળકોને શિક્ષણ આપવાનું પણ શરૂ કર્યુ હતું. કાળજી લેતા અને સમજાવતાં કે જમ્યા પહેલાં હાથ ધોવા,નખ કાપવા,દરરોજ નાહવાનું વગેરે કર્યુ હતું.

પછી ધીમે ધીમે બાળકોને સરકારી શાળામાં મુકવાની વ્યવસ્થા કરી. ચંદlગઢમાં 6 વર્ષ, પટનામાં 5 વર્ષ બાળકો માટે કામ કર્યુ અને છેલ્લા 3 વર્ષથી તેઓ હૈદરાબાદમાં કાર્ય કરી રહ્યા છે. પટનાની એક દિકરીને ગ્રેજ્યુએટ બનાવી અને નોકરી અપાવી પગભર બનાવી હતી.તેમને એક મિત્ર ઓસ્ટ્રેલિયાથી અને બીજો દુબઇથી એમની આર્થિક મદદ કરે છે.

300 જેટલા બાળકોને રહેવા, જમવા અને શિક્ષણની સગવડ પૂરી પાડે છે
હાલમાં તેઓ 300 જેટલા બાળકોને રહેવાની તેમજ જમવાની અને શિક્ષણ આપવા સુધીની સુવિધાઓ પણ પૂરી પાડી રહ્યાં છે. કોરોનામાં 6000 થી વધુ લોકોને રાશન પુરૂ પાડ્યું હતું.ઘરે પાછા જવાની વ્યવસ્થા, લોકડાઉનને કારણે ફસાઈ ગયેલા લોકોને આર્થિક મદદ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...