તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મેળાપ:તાપીના સીંગી ગામેથી છ મહિના અગાઉ નીકળી ગયેલી મહિલાનું પરિવારજનો સાથે મિલન થયું

પાલનપુર13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પાલનપુર સખીવન સ્ટોપ કેન્દ્રએ કાઉન્સિલીંગ કરી ઘરે પહોંચાડી

તાપી જીલ્લાના વ્યારા તાલુકાના સીંગી ગામની એક સંતાનની માતા છ માસ અગાઉ ઘરેથી કોઇને કહ્યા વિના નીકળી ગઇ હતી. જે એક માસ અગાઉ થરાદ તાલુકાના ભોરડું ગામેથી મળતાં 181 અભિયમની ટીમ દ્વારા પાલનપુર સખીવન સ્ટોપ સેન્ટરમાં મુકવામાં આવી હતી. જ્યાં કેન્દ્ર સંચાલિકાએ સફળ કાઉન્સિંગ કરી તેણીના વતનનું સરનામું મેળવતાં છ માસ પછી વતનમાં લઇ જઇ પરિવારજનો સાથે મિલન કરાવ્યું હતુ.

થરાદ તાલુકાના ભોરડું ગામેથી અેક માસ અગાઉ એક 35 વર્ષિય યુવતી મળી આવી હતી. જેને બનાસકાંઠા 181 અભિયમ દ્વારા પાલનપુર સખીવન સ્ટોપ સેન્ટરમાં ખસેડી હતી. દરમિયાન સખીવન સ્ટોપ સેન્ટરના કેન્દ્ર સંચાલિકા મધુબેન વાઘેલાએ આ યુવતીનું સફળ કાઉન્સિલીંગ કર્યુ હતુ. જેમાં તેણી તાપી જીલ્લાના વ્યારા તાલુકાના સીંગી ગામની હોવાનું અને પરિવારમાં પતિ તેમજ 18 વર્ષનો પુત્ર હોવાનું જાણવા મળ્યું હતુ. તેમજ તેનો પતિ પરેશાન કરતો હોઇ ઘરેથી છ માસ અગાઉ નીકળી ગઇ હતી.

આ અંગે કેન્દ્ર સંચાલિકા મધુબેન વાઘેલાએ જણાવ્યું કે, વતનનું સરનામું જણાવતાં પાલનપુર પોલીસ સાથે તેના વતન ગયા હતા. જ્યાં પરિણીતાને પતિ અને પુત્રને સોંપી હતી. તેણીને જોઇ પરિવારના સભ્યો ભાવ વિભોર થઇ ગયા હતા. અને ટીમનો આભાર વ્યકત કર્યો હતો.પતિએ સ્થાનિક પોલીસ મથકે ગૂમસુદાની ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...