ભાભરનવા ગામે પુત્રએ ઉછીના લીધેલા રૂપિયા એક લાખની કડક ઉઘરાણી કરવામાં આવતાં તેની માતાએ ત્રાસી જઇ ઝેરી દવા પી લીધી હતી. તેણીને સારવાર અર્થે ખસેડાઇ હતી. આ અંગે કૌટુમ્બિક ત્રણ વ્યકિઓ સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગૂનો નોંધી આ કેસની વધુ તપાસ હાથ ધરી છે.આ બનાવે લઈ સમગ્ર પંથકમાં ચકચાર મચાવી છે. આ અંગે પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી ભાભરનવા ગામના જયરાજસિંહ સોમભા રાઠોડે તેમના પરિવારના નંદુભા સામંતસિહ રાઠોડ પાસેથી રૂપિયા એક લાખ હાથ ઉછીના લીધા હતા.
જોકે, આ નાણાંની સગવડ ન હોઇ નંદુભા સામંતસિંહ રાઠોડ તેનો ભાઇ કિર્તિસિંહ સામંતસિંહ રાઠોડ અને તેની માતા ઇસનબા સામંતસિંહ રાઠોડ જયરાજસિંહની માતા હંસાબા અને પિતા સોમભાને અવાર- નવાર નાણાં બાબતે અપશબ્દો બોલી જાનથી મારી નાંખવાની ધમકીઓ આપી આપતા હતા.તેમ છતાં તેઓ સહન કરતા હતા.
જોકે શખ્સો દ્વારા કડક ઉઘરાણી ચાલુ રાખી વારંવાર ધમકી આપતાં સહન ન થતાં ડરી ગયેલા હંસાબાએ ઝેરી દવા પી લીધી હતી. જેમને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં મહિલા જીવન મરણ વચ્ચે ઝાંલા ખાઈ રહી છે. આ અંગે હંસાબાએ ભાભર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ત્રણેય સામે ગૂનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.