તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તપાસ:પાલનપુરના સલેમપુરાની પરિણીતાની સસરાએ છેડતી કરી

પાલનપુર15 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર

પાલનપુરના સલેમપુરાની એક પરિણીતાની તેના સસરાએ છેડતી કરી હતી. તેમજ તેણીની પાસે દહેજની માંગ કરી શારિરીક માનસિક ત્રાસ ગુજારી તેણીને ઘરમાંથી હાંકી કાઢી હતી. આ અંગે પરિણીતાએ વડગામ તાલુકાના મગરવાડાના સાસરીપક્ષના ત્રણ સભ્યો સામે પાલનપુર મહિલા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.પાલનપુર સલેમપુરામાં રહેતી યુવતીના લગ્ન અઢાર વર્ષ અગાઉ વડગામ તાલુકાના મગરવાડા ગામે કુંદનપુરી ગણપતપુરી ગોસાઇ સાથે થયા હતા.

જેમને લગ્ન જીવન દરમિયાન બે દિકરા છે. દરમિયાન તેના સસરા ગણપતપુરી ગંગાપુરી ગોસાઇએ પાછળથી પકડી છેડતી કરી હતી. આ અંગે તેના પતિને કહેતા પતિ તેમજ સાસુ કાંતાબેન ગણપતપુરી ઉશ્કેરાઇ જઇ અપશબ્દો બોલી દહેજની માંગણી કરી શારિરીક માનસિક ત્રાસ ગુજાર્યો હતો. અને ઘરમાંથી હાંકી કાઢી હતી. આ અંગે તેણીએ પાલનપુર મહિલા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...