તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
પાલનપુર શહેરમાં ડીસા હાઇવે સ્થિત કોવિડ હોસ્પિટલે 750 કરતાં વધુ દર્દીઓની વિનામૂલ્યે સારવાર કરી. શહેર કાઝી અબ્દુલ કુદુસની પ્રેરણાથી શરૂ થયેલી હોસ્પિટલ સમગ્ર જિલ્લા માટે વરદાન સાબિત થઈ.
અહીંના અનેક કિસ્સા પૈકી એક કિસ્સાની વાત કરતાં મેનેજર આરીફભાઈએ જણાવ્યું કે, વડગામના મેતા ગામના એક દર્દીને કોરોના થયો હતો, તબિયત ખરાબ હતી, ઓક્સિજનની જરૂર પડતી હતી. તે જલદી સાજા થઇ જાય તે માટે પત્નીએ માનતા રાખી કે જ્યાં સુધી તેમના ઘરવાળા સાજા ન થાય ત્યાં સુધી તે અનાજનો દાણો મોઢામાં નહીં નાખે. ઉપરવાળાની કૃપા કહો કે શ્રદ્ધા 17મા દિવસે તેઓ સાજા થઇ ઘરે જવા નીકળ્યા, ત્યારે તેમનાં પત્નીએ આખા સ્ટાફને મિઠાઈ આપી પોતાની ખુશીઓ વહેંચી હતી.
74 વર્ષીય બ્લડ કેન્સરના દર્દીએ સાતમા દિવસે જ કોરોનાને હરાવ્યો
અહીંના 74 વર્ષીય નટુભાઈ મેવાડાને દિવાળી પછી કોરોના થયો. 10 વર્ષથી બ્લડ કેન્સરનો સામનો કરી રહેલા નટુભાઈને કોરોના થતાં જ પરિવાર ચિંતામાં ડૂબી ગયો. શહેરની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવા પડ્યા. એક જ દિવસની સારવારમાં 35 હજાર જેટલો ખર્ચ થયો. ડોક્ટરે કહ્યું, બચવાની શક્યતા ઓછી છે. રૂ.50 હજાર ડિપોઝિટ કરાવવા પડશે. તેમના દીકરા પ્રણવે તાત્કાલિક હોસ્પિટલ બદલી પાલનપુરમાં વિનામૂલ્યે કોરોના દર્દીઓની સારવાર કરતી હોસ્પિટલમાં પિતાજીને ભરતી કર્યા. તબીબોની સારવાર અને નટુભાઈનો મજબૂત આત્મવિશ્વાસ તેમને ફરી બેઠા કરી દીધા અને 7મા દિવસે તેઓ કોરોનાને હરાવવામાં સફળતા મેળવી લીધી.
માતા મોતને ભેટી, પતિ-પત્ની, પુત્ર-પુત્રી સંક્રમિત થયા, સ્વજનોએ મોં ફેરવ્યું
જમીન વિકાસ બેન્કના જિલ્લા મેનેજર બીરેનભાઈ જોશીના પરિવારે એ જુલાઈ મહિનો યાતનામય સ્થિતિમાં ગુજાર્યો. તેમનો આખો પરિવાર સંક્રમિત થયો. વૃદ્ધ માતા સૌથી પહેલાં સંક્રમિત થયા, તેઓ સારવાર દરમિયાન મોતને ભેટી ગયાં. બાદમાં બીરેનભાઈ અને તેમની દીકરીને અમદાવાદ હોસ્પિટલમાં એડમિટ થવું પડ્યું. જ્યારે તેમનાં પત્ની અને દીકરો હોમ આઇસોલેશનમાં રહ્યા. બીરેનભાઈએ જણાવ્યું કે, રોગની દહેશત એવી હતી કે લોકોએ મોં ફેરવી લીધા. જોકે, અમદાવાદમાં મકાન ધરાવતા સ્નેહીજન અરુણ જોશીએ ઘરમાં આઇસોલેટ રાખ્યા અને સેવા કરી. એટલું શિખ્યા કે જીવનમાં પરમાર્થ ભાવ જરૂરી છે. પરિવારે સંકલ્પ કર્યો કે, જીવીશું ત્યાં સુધી રોજ ભગવાનને આ જીવન આપવા બદલ આભાર માનીશું.
પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.