તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બચાવ:બે દીકરીઓ પિતાને કેનાલમાં ન પડવા કરગરતી હતી તે વખતે જ પહોંચેલી અભિયમની ટીમે બચાવી લીધા

પાલનપુર4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • કાંકરેજના ઋણી ગામનો યુવક કેનાલમાં ઝંપલાવે તે પહેલાં બચાવી લેવાયો

કાંકરેજ તાલુકાના ઋણી ગામ નજીક પસાર થતી નર્મદા કેનાલ પાસે બે નાની દીકરી તેના પિતાને કેનાલમાં ન પડવા માટે કરગરી રહી હતી. તે સમયે જ અન્ય કેસમાંથી આવી રહેલી 181 અભિયમની ટીમે તેમને જોઈ ત્વરિત યુવક પાસે જઈ તેને કેનાલમાં પડતો બચાવી લીધો હતો. યુવકને તેના શેઠે કામના પૈસા ન આપ્યા હોઈ આ પગલું ભરવા જઈ રહ્યો હોવાનું તેની પત્નીએ જણાવ્યું હતું.

કાંકરેજ તાલુકાના ઋણી ગામ પાસે પસાર થતી નર્મદા કેનાલમાં રવિવારે બપોરે એક યુવકને કેનાલમાં પડતો બચાવી લેવાયો હતો. આ અંગે બનાસકાંઠા 181 અભિયમના કાઉન્સિલર પલ્લવીબેન વાઘેલાએ જણાવ્યું હતું કે ‘રવિવારે કાંકરેજ તાલુકાના ભદ્રેવાડી ગામે કેસમાં અમે ગયા હતા. ત્યાંથી બપોરના સમયે પરત ફરી રહ્યા હતા. ત્યારે રૂણી ગામ નજીક પસાર થતી નર્મદા કેનાલ પાસે એક યુવક કેનાલમાં પડવા જઈ રહ્યો હતો. જેને જોઈ ગાડી ઉભી રાખી તેની પાસે જતાં યુવકની એક આઠ અને બીજી પાંચ વર્ષની દીકરી પપ્પા ઓ પપ્પા તમે કેનાલમાં ન પડો એમ કરગરી રહી હતી. આથી સ્થિતિની ગંભીરતા સમજી પોલીસ કોન્સ્ટેબલ જ્યોતિબેન સાથે યુવકને કેનાલમાં પડતો બચાવી લીધો હતો. જેનું નામ પૂછતાં તેણે સંજયભાઈ પટણી (ઉં.વ.30) કહ્યું હતું. અમે તેને સમજાવી તેના ઘરે લઇ ગયા હતા. આ યુવકની પત્નીએ જણાવ્યું હતું કે ‘મારા પતિ કામ-ધંધે જતા હતા. પરંતુ તેના શેઠે પૈસા ન આપતા ઘર ચલાવવું મુશ્કેલ બન્યું છે. ત્રણ ચાર દિવસથી ઘરમાં ચૂલો સળગ્યો નથી. તેઓ ઘરેથી નીકળી ગયા હતા પરંતુ તમે એમનો જીવ બચાવી મારા અને બે દીકરીઓ ઉપર મોટો ઉપકાર કર્યો છે.’જોકે, 181ની ટીમ પાસે રસ્સો સહિતના બચાવ કામગીરીના સાધનો નથી હોતા. ત્યારે સરકાર દ્વારા આ ટીમને પણ રેસ્કયુ વખતે ઉપયોગી થાય તેવા સાધનો ઉપલબ્ધ કરાવવામાં આવે તે જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો