તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અક્સમાત:કાણોદર હાઇવે નજીક ટ્રક પલટી,ડ્રાઈવર અને ક્લિનરને સામાન્ય ઈજા પહોંચી

પાલનપુર5 દિવસ પહેલા
  • કૉપી લિંક
ટ્રક પલટી જતા માલ સામાન રોડ ઉપર વેરવિખેર થઇ ગયો હતો. - Divya Bhaskar
ટ્રક પલટી જતા માલ સામાન રોડ ઉપર વેરવિખેર થઇ ગયો હતો.

પાલનપુર તાલુકાના કાણોદર હાઇવે નજીક સોમવારે સવારે અમદાવાદ તરફથી આવતી ટ્રક પલટી જતા ડ્રાઇવર અને ક્લિનરનો આબાદ બચાવ થયો હતો.

પાલનપુર-મહેસાણા સિક્સ લેન્થની કામગીરી આરંભાઈ છે. અને કાણોદરથી જગાણા આવતા ત્રણ જેટલા ડાયવર્ઝન આપવામાં આવેલ છે. જેને લઈ અવાર-નવાર અકસ્માત થતાં ઘણા લોકો મોતને ભેટ્યા છે. આ કામગીરીમાં નજીક નજીક ડાયવર્ઝન આપતા સોમવારે અમદાવાદથી પાલનપુર તરફ જઈ રહેલા ટ્રક નંબર જીજે-08-ઝેડ-4876 નંબર ટ્રક પલટી જતા ટ્રકમાં રહેલ માલ સામાન રોડ ઉપર વેરવિખેર થઇ ગયો હતો. સદનસીબે ડ્રાઈવર અને ક્લિનરને સામાન્ય ઇજા થતાં નજીકના હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...