પાલનપુર નગરપાલિકાના અલગ અલગ વિસ્તારમાં લીઝના ભાડા પટ્ટાએ દુકાનો આપવામાં આવી છે. જ્યાં હવે તે દુકાનોને નામ ટ્રાન્સફર કરાવવા વેપારીઓને બમણી કિંમત ચૂકવવી પડશે. શહેરના અલગ અલગ હાર્દસમાં વિસ્તારમાં ભાવ ડબલ કરવામાં આવ્યો છે.
પાલનપુર નગરપાલિકા અલગ અલગ વિસ્તારોમાં લીઝના ભાડાપટ્ટે વેપારીઓને દુકાનો આપવામાં આવતી હોય છે. જ્યાં દર વર્ષે 20 ટકાનો વધારો કરવામાં આવતો હતો. જે વિસ્તારમાં સ્થળ પ્રમાણેનો દુકાનનો ભાવ આપવામા આવ્યો છે. આ લીઝની દુકાનમાં નામ ટ્રાન્સફર કરવા માટે દર વર્ષે 20 ટકાનો ભાવ વધારો કરાતો હતો. જોકે, આ વર્ષથી રૂપિયા 80,000થી 1 લાખ ફિકસ કરવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે, દિલ્હીગેટથી સિમલાગેટ વિસ્તાર જે શહેરનો હાર્દસમાં વિસ્તાર ગણવામાં આવે છે ત્યાં ભાડે ચાલતી દુકાનોનો નામ ટ્રાન્સફર કરવામાં રૂ.80 હજારથી રૂ.1 લાખ કરવામાં આવ્યા છે. બાકીના વિસ્તારમાં ભાડામાં નજીવો વધારો કરાયો છે. પાલિકાના કારોબારી ચેરમેન દીપક પટેલે જણાવ્યું હતું કે,લીઝવાળી દુકાનોમાં એરીયા વાઇઝ તેમજ વેલ્યુએશન પ્રમાણે સર્વે થઇ રહ્યો છે જેનો ઠરાવ પણ કરવામાં આવ્યો છે દર વર્ષ 20 ટકાનો વધારો કરવામાં આવ્યો હતો જ્યાં શહેરના કીમતી એરિયા હોય ત્યાં નામ ટ્રાન્સફરમાં રૂ.80 હજારથી એક લાખ કરવામાં આવ્યો છે.
પાલનપુરમાં લિઝની 1200થી વધુ દુકાનો
પાલનપુર પાલિકા વિસ્તારોના અલગ અલગ વિસ્તારમાં કરાર આધારિત 1200થી વધુ દુકાનો હયાત છે જેમાં એરિયા વાઇઝ નામ ટ્રાન્સફર કરવામા ભાડું વધારવામાં આવ્યું છે. જેના કારણે વેપારીઓને બોજો પડશે તેમજ પાલિકાને આવક મળશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.