તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • The Trader Took Off His Mask To Talk For A While, The Police Asked Him To Pay The Fine, The Trader Refused And The Police Took Him Away.

વિવાદ:થોડીવાર વેપારીએ વાતચીત કરવા માસ્ક નીચે ઉતાર્યું,પોલીસે દંડ ભરવા કહ્યું,વેપારીએ ના પાડતાં ટીંગાટોળી કરી પોલીસ લઈ ગઈ

પાલનપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પાલનપુર દિલ્હીગેટ વિસ્તારમાં બપોરે બનેલી ઘટના - Divya Bhaskar
પાલનપુર દિલ્હીગેટ વિસ્તારમાં બપોરે બનેલી ઘટના

પાલનપુર દિલ્હીગેટ વિસ્તારમાં સોમવારે બપોરે પોલીસે દુકાનમાં માસ્ક પહેર્યા વગર બેઠેલા વેપારીને ટીંગાટોળી કરી જીપમાં નાંખ્યો હતો. જેના પગલે વેપારીઓમાં ભારે રોષ પ્રસરી ગયો હતો. જેનો વિડિયો સોશિયલ મિડિયામાં વાયરલ થયો હતો. ચાર પોલીસ કર્મીઓ વેપારી સાથે રકઝક કરી ટીંગાટોળી કરી દુકાનની બહાર લઇ જાય છે. જ્યાં મોટી સંખ્યામાં એકત્રિત થયેલી લોકોની ભીડ વચ્ચે વેપારીને ઉપાડીને ગાડીના પાછળના ભાગે બેસાડવામાં આવે છે. વેપારી અને પોલીસ વચ્ચે શાબ્દિક બોલાચાલીથી વચ્ચે વેપારી ગાડીમાંથી ઉતરી ન જાય એ માટે બે પોલીસ કર્મીઓ દરવાજો બંધ કરી આડશ કરીને ઉભા રહ્યા હતા.

વેપારીએ 1000નો દંડ ભરતાં મામલો થાળે પડ્યો
વેપારી એસો.ના પ્રમુખ અશોકભાઇ મહેશ્વરીએ કહ્યું કે ચંદનભાઇ પટેલે વાતચિત કરતી વખતે માસ્ક હાથમાં લીધુ હતુ. તે દરમિયાન જ આવેલી પોલીસે તેમને રૂ.1000નો દંડ ભરી પાવતી લેવાનું કહ્યુ હતુ. દંડ ભરવાનો ઇન્કાર કરતાં પોલીસે 188 હેઠળ કાર્યવાહી કરવા પોલીસ મથકે લઇ જવા માટે ગાડીમાં બેસાડ્યા હતા. દરમિયાન અમોએ પહોચી સમજાવતાં તેઓ રૂપિયા 1000નો દંડ ભરતા઼ મામલો થાળે પડ્યો હતો.

પાવતી લેવા ઇન્કાર કરતાં ગૂનો નોંધવા લઇ જતાં હતા
પોલીસકર્મી રાજેન્દ્રસિંહે જણાવ્યું કે વેપારીએ માસ્ક ન પહેરી જાહેરનામાનો ભંગ કર્યો હતો. રૂ. 1000ની પાવતી લેવાનું કહેતા તેઓ સીસીટીવી કેમેરા આગળ જઇએ ઉભા રહી ગયા હતા. અને હું દંડ નહી ભરૂ તમારાથી જે થાય તે કરો તેમ કહેતાં 118 મુજબ ગૂનો નોંધવા માટે ખેંચીને પીસીઆર વાનમાં બેસાડ્યા હતા. જોકે, તેમના પુત્રએ આવી મારા પિતાની ભૂલ થઇ છે. તેમ કહી દંડ ભરતાં વેપારી સામે કાર્યવાહી કરવા માં આવી નથી.

અન્ય સમાચારો પણ છે...