તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્વયંભૂ બંધ:ડીસામાં શનિ રવિ સ્વૈચ્છિક બંધ રાખવાનો વેપારી એસોસિયેશને નિર્ણય લીધો

પાલનપુર4 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પાલનપુર બાદ ડીસામાં પણ સ્વયંભૂ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો
  • શનિવારે સાંજે 6 વાગ્યાથી સોમવારે સવારે 6 વાગ્યા સુધી સ્વયંભૂ બંધ

બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા દસ દિવસથી કોરોનાવાયરસના વધતા જતાં કેસો વચ્ચે ગતરોજ પાલનપુર ખાતે વેપારી દ્વારા સ્વયંભૂ શનિ-રવિ બંધ રાખવાનો નિર્ણય લીધો હતો. જે બાદ આજે ડીસા શહેરમાં પણ ડીસા નગરપાલિકા ખાતે વેપારીઓની મીટીંગ કરવામાં આવી હતી. જ્યાં ડીસા પણ શનિવાર સાંજે 6 વાગ્યાથી લઇ સોમવાર સવારે 6 વાગ્યા સુધી સ્વૈચ્છિક બંધ રાખવાનો વેપારી એસોસિયેશને નિર્ણય લીધો છે.

કોરોના સંક્રમણના કારણે બનાસકાંઠા જિલ્લામાં કોરોનાવાયરસના કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો હાલમાં સૌથી વધુ કોરોના વાયરસના કેસો પાલનપુરમાં સામે આવ્યા છે. જેના કારણે પાલનપુરને હોટપોટ વિસ્તાર જાહેર કરવામાં આવ્યો છે. બનાસકાંઠા જિલ્લામાં અત્યારે 367 થી પણ વધુ કોરોના વાયરસના કેસો એક્ટિવ થયા છે.

રોજે રોજ પાલનપુર અને ડીસામાં 40 જેટલા કોરોના પોઝિટિવ કેસો સામે આવી રહ્યા છે. સતત વધતા જતા કોરોના વાયરસના કેસોના કારણે આરોગ્ય વિભાગ દ્વારા પણ હાલમાં તમામ પ્રકારની તકેદારીના ભાગરૂપે કાર્યવાહી કરવાની શરૂઆત કરી છે. ત્યારે આગામી સમયમાં કોરોના વાયરસના કેસોમાં વધારો ન થાય તે માટે અત્યારથી જ બનાસકાંઠા જિલ્લાના વેપારીઓ દ્વારા મહત્વના નિર્ણય લેવામાં આવી રહ્યા છે.

બનાસકાંઠા જિલ્લામાં કોરોના વાયરસના કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. અત્યાર સુધી કોરોના વાયરસના સૌથી વધુ કેસો હાલમાં પાલનપુર શહેરમાં સામે આવી રહ્યા છે. ત્યારે ગતરોજ પાલનપુર વેપારી એસોસિયેશન અને નગરપાલિકાની બેઠક યોજાઇ હતી. જેમાં શનિ-રવિ તમામ વેપાર ધંધા બંધ રાખવાનો વેપારીઓએ નિર્ણય લીધો હતો. સતત વધતા જતા કોરોના વાયરસના કેસમાં ઘટાડો થાય તે માટે પાલનપુરના વ્યાપારીઓએ આ નિર્ણય લીધો છે.

ત્યારે આજે ડીસામાં પણ વેપારીઓએ શનિવારે સાંજે 6 વાગ્યાથી લઈ સોમવાર સવારે 6 વાગ્યા સુધી બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. આજે ડીસાના ધારાસભ્ય અને ડીસા નગરપાલિકાના પ્રમુખ, ચીફ ઓફિસર અને ડીસાના તમામ વેપારીઓ સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આ નિર્ણય થકી ડીસામાં કોરોનાની ચેન તોડવા માટે સ્વૈચ્છિક બંધ રાખવાનો નિર્ણય કરાયો છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

    વધુ વાંચો