મંદિરના સમયમાં ફેરફાર:અંબાજી મંદિરના આરતી અને દર્શનના સમયમાં ઋતુ પ્રમાણે ફેરફાર કરવામાં આવ્યો, દિવસની ત્રણવાર માતાજીની આરતી થશે

પાલનપુર18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 03મેં થી 30 જૂન 2022 સુધી અંબાજીના મંદિરના દર્શન અને આરતીના સમયમાં ફેરફાર રહેશે
  • આ ફેરફાર સમયમાં માતાજીનો અન્નકુટ પણ થઈ શકશે નહીં

યાત્રાધામ અંબાજી મંદિરની આરતીના અને દર્શનના સમયમાં દર્શનાર્થીઓ માટે ફેરફાર કરવામાં આવ્યો છે. અંબાજી મંદિરમાં આવતીકાલથી દિવસમાં ત્રણવાર મા અંબાની આરતી થશે. સૂર્યોદય અને સૂર્યાસ્તના સમયમાં ઋતુ પ્રમાણે આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યો છે.

સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મંદિર ખાતે અંબાજી મંદિરની અંદર આરતી અને દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા જણાવ્યું છે કે સૂર્યોદય અને સૂર્યાસ્તના સમયમાં ઋતુ પ્રમાણે ફેરફાર થવાથી અંબાજી માતા મંદિર અંબાજી યાત્રાળુઓની સગવડતા ખાતર 03 મેં વૈશાખ સુદ ત્રીજ થી 30 જૂન 2022 ને અષાઢ સુદ એકમ સુધી અંબાજી માતાની આરતી તથા દર્શન ના સમયે સવારે આરતી 07:00 થી 07:30, સવારે દર્શન 07:00 થી 10:45 રાજભોગ આરતી 12:30 થી 01:00 બપોરે દર્શન 01:00 થી 04:30 સાંજે આરતી 07:00 થી 07:30 દર્શન સાંજે 07:30 થી 09:00 સુધીના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જેમાં ખાસ કરીને 3 મે 2022 થી તા 30 જૂન 2022 સુધી માતાજીનો અન્નકૂટ થઈ શકશે નહીં.

અન્ય સમાચારો પણ છે...