સામાન્ય ચૂંટણી:થરા નગરપાલિકાની ચૂંટણીનું મતદાન શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન, કુલ 73.55 ટકા મતદાન થયુ

પાલનપુર17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 20 બેઠકો માટે કુલ 48 ઉમેદવારોના ભાવિ મતદાન પેટીમાં સિલ
  • કુલ 24 બેઠકોમાંથી ચાર બેઠકો પર અગાઉ જ ભાજપ બિનહરીફ વિજેતા

બનાસકાંઠામાં થરા નગરપાલિકાની સામાન્ય ચૂંટણી માટે આજે રવિવારે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન સંપન્ન થયુ હતું. સવારે સાત વાગ્યાથી મતદાન શરૂ કરવામાં આવ્યું હતું, જોકે, સવારે ધીમી ગતિએ શરૂ થયેલું મતદાન સાંજે 6 વાગ્યા સુધીમાં 73.55 ટકા નોંધાયું હતું. ત્યારે 20 બેઠકો માટે કુલ 48 ઉમેદવારોના ભાવિ મતદાન પેટીમાં સિલ થઈ ગયા છે.

થરા નગરપાલિકાની સામાન્ય ચૂંટણી માટે આજે રવિવારે મતદાન પ્રક્રિયા યોજાઇ હતી. આમ તો થરા નગરપાલિકામાં 7 વોર્ડની કુલ 24 બેઠકોમાંથી ચાર બેઠકો પર અગાઉ જ ભાજપ બિનહરીફ વિજેતા થઈ હતી. બાકીની 20 બેઠકો માટે આજે સવારે સાત વાગ્યાથી મતદાન શરૂ થયું હતું અને 15 કેન્દ્રો પર મતદાન પ્રક્રિયા યોજાઈ હતી. જેને લઈ લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. મતદાન માટે લોકોની લાંબી કતારો લાગી ગઇ હતી અને સાંજે 6 વાગ્યા સુધીમાં કુલ 73.55 ટકા મતદાન નોંધાયું હતું. 20 બેઠકો માટે કુલ 48 ઉમેદવારો મેદાનમાં છે ત્યારે ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના 48 ઉમેદવારોના ભાવિ મતપેટીમાં સીલ થયા છે.

સવારે 7 થી સાંજે 6 કલાક સુધીના આંકડાની ટકાવારી ( અંદાજિત)

થરા નગરપાલિકા - 73.55 ટકાધાનેરા નગરપાલિકા - 69.08 ટકામડાણાં (ગઢ) - 59.49 ટકાધનપુરાં (અમીરગઢ) - 61.09 ટકાજીતપુર (દાંતા) - 65.04 ટકાકુંભારિયા (દાંતા) -59.07 ટકાગોઢ (દાંતીવાડા) - 70.67 ટકાનાંદોત્રા (દાંતીવાડા) - 32.38 ટકાજિલ્લાનું સરેરાશ મતદાન - 63.36 ટકા

અન્ય સમાચારો પણ છે...