કોરોના ઇફેક્ટ:ભક્તોથી ભરચક રહેતું અમીરગઢનું વિશ્વેશ્વર મહાદેવનું મંદિર શ્રાવણ માસના પહેલા દિવસે સૂમસામ જોવા મળ્યું

પાલનપુર2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • કોરોના મહામારીમાં ડરથી ભક્તો ન દર્શાનાર્થે ન આવ્યા

જાસોર અભ્યારણમાં પર્વતનો ચોંટી ઉપર આવેલુ કેદારનાથ મહાદેવનું મંદિર અને બનાસ નદીના કિનારે આવેલુ વિશ્વેશ્વર મહાદેવનું મંદીર પૌરાણિક અને ભવ્ય રમણીય લાગે છે. ભક્તોથી ભરચક રહેતું અમીરગઢનું વિશ્વેશ્વર મહાદેવનું મંદિર શ્રાવણ માસના પહેલા દિવસે સૂમસામ જોવા મળ્યું હતું.

અમીરગઢની પવિત્ર ધરા પર વિશ્વેશ્વર મહાદેવ અને કેદારનાથ મહાદેવના મંદિરો અતિ પ્રાચીન અને ચમત્કારિક મંદિરો આવેલા છે, જ્યાં બારેમાસ ભક્તોની ભીડ જોવા મળે છે. મહાદેવના આ મંદિરો ભક્તો માટે આશાનું કેન્દ્ર બની ચૂક્યા હોવાથી દૂરદૂરથી ભક્તો દર્શનનો લ્હાવો લેવા માટે ઉમટી પડે છે અને શ્રાવણ માસમાં તો આ બંને શિવ મંદિરોમાં ભકતોનું કીડિયારું ઉભરાઈ આવે છે. જોકે, આજે વર્ષે શ્રાવણ માસના રહેલા દિવસે મંદિસ સુમસામ જોવા મળ્યું હતું.

જાસોર અભ્યારણમાં પર્વતનો ચોંટી ઉપર આવેલુ કેદારનાથ મહાદેવનું મંદિર અને બનાસ નદીના કિનારે આવેલુ વિશ્વેશ્વર મહાદેવનું મંદીર પૌરાણિક અને ભવ્ય રમણીય લાગે છે, પરંતુ શ્રાવણના પ્રથમ સોમવાર હોવા છતાં આજે વિશ્વેશ્વર મંદિર ભક્તો વિના સૂમસામ ભાસી રહ્યું છે. બપોર સુધી કોઈ શ્રદ્ધાળુો દેખાય નથી. દરરોજ પૂજા માટે આવનાર ભક્તો જ જોવા મળ્યા હતા. વર્ષોથી વિશ્વેશ્વર મંદિરમા શ્રાવણ માસમાં ભક્તોથી બનસ નદીનો વિશાળ પટ પણ નાનો પડે છે, પરંતુ આ વર્ષે વરસાદ ન થતાં નદી પાણી વિના સૂકી પડી હોવાથી અથવા કોરોના મહામારીમાં ડરથી ભક્તો ફરક્યા જ નથી.