તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિરોધ:કોલેજ પૂર્ણ થવા આવી હોવા છતાં ટેબ્લેટ ન મળતાં ડીસામાં વિદ્યાર્થીઓએ હંગામો મચાવ્યો

પાલનપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પૈસા ભર્યા બાદ અઢી વર્ષ વિતવા છતાં વિદ્યાર્થીઓને ટેબ્લેટ ન મળ્યા
  • વિદ્યાર્થીઓ આખરે કંટાળીને કોલેજ સંચાલકો સામે વિરોધ દર્શાવ્યો

કોલેજના પ્રથમ વર્ષમાં ભણતા વિદ્યાર્થીઓ આધુનિક વિશ્વ સાથે કદમ મિલાવી શકે અને ટેકનોલોજીનો ઉપયોગ કરી શકે તે માટે સરકાર દ્વારા 1 હજાર રૂપિયામાં ટેબ્લેટ આપવાની જાહેરાત કરાઈ હતી. જે મુજબ યુનિવર્સિટીની કેસીજી ટેબ્લેટ સ્કીમ અંતર્ગત વિદ્યાર્થીઓએ એક હજાર રૂપિયા ભર્યા હતા. જેમાં ડીસાની કોલેજના પણ 1700થી વધુ વિદ્યાર્થીઓએ 17 લાખ જેટલા પૈસા જટલા રૂપિયા જમા કરાવવા હતા છતાં ડીસાની કોલેજના એક પણ વિદ્યાર્થીને હજુ સુધી ટેબ્લેટ ન મળતાં આજે વિદ્યાર્થીઓએ ટેબ્લેટ મામલે હંગામો મચાવ્યો હતો.

વિદ્યાર્થીઓ કોલેજના પ્રથમ સેમિસ્ટરમાં અભ્યાસ કરતા હતા, ત્યારે આ ટેબ્લેટના નાણાં જમા કરાવ્યા હતા, પરંતુ હવે કોલેજના વિદ્યાર્થીઓ પાંચમા સેમેસ્ટરમાં આવ્યા છે અને કોલેજ પણ હવે પૂર્ણ થવા આવી છે તેમ છતાં પણ હજુ સુધી તેમને ટેબ્લેટ મળ્યા નથી. આ અંગે વિદ્યાર્થીઓએ વારંવાર રજૂઆત કરી હોવા છતાં પણ હજુ સુધી નથી તો વિદ્યાર્થીઓને ટેબ્લેટ મળ્યા કે નથી નાણાં પરત મળ્યા. જેથી કંટાળેલા વિદ્યાર્થીઓએ આજે ડીસાની કોલેજ કેમ્પસમાં યુનિવર્સિટીના સંચાલકો અને સરકાર સામે વિરોધ દર્શાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...