તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • The Streets Of Mount Abu, Which Has Been Quiet For The Past Year And A Half Due To The Corona, Are Once Again Buzzing With Tourists.

પ્રવાસીઓથી ભરચક:ગુજરાતીઓથી માઉન્ટ આબુ ઉભરાયું, દોઢ વર્ષ બાદ સૂમસામ રસ્તાઓ પર રોનક જોવા મળી

પાલનપુરએક મહિનો પહેલા
દોઢ વર્ષ બાદ આબુમાં ફરી રોનક જામી
  • રાજસ્થાન સરકારે છુટછાટ આપતાં શનિ-રવિની રજાઓમાં ફરી માનવ મહેરામણનો જમાવડો જોવા મળ્યો

છેલ્લા દોઢ વર્ષથી ચાલતી કોરોના મહામારીના કારણે જાહેર સ્થળો સૂમસામ ભાસતા હતા. જોકે, કોરોના સંક્રમણ કાબૂમાં આવતાં હવે ફરીથી જાહેર સ્થળો પર માનવ મહેરામણનો જમાવડો જોવા મળી રહ્યો છે. શનિ-રવિની રજાઓમાં આનંદ માણવા લોકો બહાર નીકળી રહ્યાં છે. ત્યારે રાજસ્થાનના એકમાત્ર હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં પણ ઘણા સમય પછી સહેલાણીઓનો ઘસારો જોવા મળ્યો હતો.

કોરોના સંક્રમણ કાબૂમાં આવતાં ફરી આબુમાં રોનક જામી
કોરોના સંક્રમણ કાબૂમાં આવતાં ફરી આબુમાં રોનક જામી

આબુના રસ્તાઓ ફરી પ્રવાસીઓથી ભરચક
રાજસ્થાનના એકમાત્ર હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં શનિ-રવિની રજાના દિવસોમાં મોટી સંખ્યામાં સહેલાણીઓનો ઘસારો જોવા મળ્યો હતો. છેલ્લા ઘણા સમયથી સૂમસામ ભાસતાં માઉન્ટ આબુના રસ્તાઓ ફરી પ્રવાસીઓથી ભરચક જોવા હતા.

રાજસ્થાન સરકારે માઉન્ટ આબુના રસ્તાઓ ખોલતાં ફરીથી પ્રવાસીઓનો ઘસારો
રાજસ્થાન સરકારે માઉન્ટ આબુના રસ્તાઓ ખોલતાં ફરીથી પ્રવાસીઓનો ઘસારો

પ્રવાસીઓ આવતાં સ્થાનિક ધંધાર્થીઓમાં આનંદ
કોરોના મહામારીના કારણે છેલ્લા દોઢ વર્ષથી માઉન્ટ આબુના રસ્તાઓ સૂમસામ ભાસી રહ્યા હતા. પ્રવાસીઓની જગ્યાએ રસ્તા પર પ્રાણીઓ ફરતાં જોવા મળતા હતા. કોરોનાને કારણે કોઈપણ સહેલાણી ન ફરકતા વેપાર ધંધાઓ પર પણ માઠી અસર પડી છે. જોકે, હવે રાજસ્થાન સરકારે કોરોના ગાઇડલાઇ મુજબ માઉન્ટ આબુના રસ્તાઓ ખોલતાં ફરીથી પ્રવાસીઓ આવી રહ્યાં છે. જેને લઇને સ્થાનિક ધંધાર્થીઓમાં પણ આનંદ જોવા મળી રહ્યો છે.

સુરેન્દ્રનગર જિલ્લાના રુસભ કોઠારીએ જણાવ્યું હતું કે, માઉન્ટ આબુમાં કોઈ પણ જાતની તકલીફ નથી. અહી કોવિડને લાગતું બધું પાલન થાય છે. સોશિયલ ડિસ્ટન્સ જળવાય છે. હોટેલમાં એન્ટ્રી થાઈ ત્યારે થર્મલથી ચેકીંગ થાય છે. રૂમ બધા સેનેટાઇઝ કરેલા છે. કોઈ પણ વસ્તુમાં પ્રોબ્લેમ નથી. હોટલમાં કોઈ પણ સમસ્યા નથી. સોશિયલ ડિસ્ટન્સ પાળવામાં આવે છે. અમે એક હોટેલમાં જમવા ગયા એટલે ટેબલ આખું સેનેટાઇઝ કરવામાં આવ્યું હતું. વધુમાં રુસભ કોઠારીએ જણાવ્યું હતું કે, લોકો આબુમાં આવે પણ સાથે RT-PCRનો રિપોર્ટ સાથે લઈને આવે અથવા કોવિડની રસી લીધી હશે તો જ એન્ટ્રી મળશે.

અન્ય સમાચારો પણ છે...