રોગચાળા ફેલાવાની ભીતિ:ડીસાના માલગઢ પાસે જાહેર રોડ પર અજાણ્યા શખ્સોએ સડેલા બટાકા ફેંકતા દુર્ગંધ ફેલાઈ

પાલનપુર14 દિવસ પહેલા
  • સડેલા બટાકા રોડ પર ફેંકાતા રોગચાળો ફેલાવાની સંભાવના

દેશભરમાં બટાકા નગરી તરીકે જાણીતા ડીસામાં બટાકાની નવી સીઝનનું વાવેતર પૂર્ણ થઈ ચૂક્યુ છે, ત્યારે અજાણ્યા શખ્સોએ દ્વારા સડેલા બટાકા રોડ પર ફેંકાતા કોરોના મહામારી દહેશત વચ્ચે રોગચાળો ફેલાવાની સંભાવના દેખાઈ રહી છે.

હાલમાં ડીસા ભીલડી નેશનલ હાઈવે પર માલગઢ ગામ પાસે કોઈ શખ્સોએ દ્વારા સડેલા બટાકાને જાહેર રોડ પર જ ફેંકવામાં આવતા દુર્ગંધ ફેલાઈ છે. જ્યારે પશુઓ સડેલા બટાકા ખાવા માટે એકત્ર થતા હોય આ પશુઓ પણ રોગચાળાનો ભોગ બને તેવી શક્યતા છે.

આઈ ઉપરાંત હાલમાં કોરોનાની ત્રીજી લહેરની સંભાવના દેખાઈ રહી છે અને બનાસકાંઠા જિલ્લામાં પણ એક કેસ નોંધાયો છે. તેવામાં દુર્ગંધ મારતા બટાકા જાહેરમાં ફેંકાતા આવી બેદરકારી દાખવનાર સામે પગલાં લેવા જોઈએ તેવી માંગ ઉઠી રહી છે.

અન્ય સમાચારો પણ છે...