તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ખેડૂતોમાં ખુશી:અમીરગઢ વિસ્તારમાં ખેતી લાયક વરસાદ પડતાં ધરતીપુત્રો વાવણી તરફ વળ્યા

પાલનપુર3 મહિનો પહેલા
  • પંથકમાં સીતેર ટકા જેટલા આદિવાસીઓ અને ખેડૂતો રહે છે

અમીરગઢ પંથકમાં ત્રણ દિવસ પડેલા વરસાદથી સૂકા પડેલા ખેતરોમાં સારો ભેજ મળતા કાગડોળે રાહ જોઈ રહેલા ખેડૂતો ચોમાસુ વાવેતર માટે ખેતરોમાં પહોચ્યા છે. અમીરગઢ વિસ્તારમાં મુખ્ય પશુપાલન અને ખેતી મુખ્ય આજીવિકા છે. અને ખેડૂતો ખેતી પણ સારા પ્રમાણમાં કરી રહ્યાં છે.

અમીરગઢ તાલુકો ટ્રાયબલ અને પછાત વિસ્તાર

બનાસકાંઠાના અમીરગઢ તાલુકો ટ્રાયબલ અને પછાત વિસ્તાર ગણવામાં આવે છે. આ પંથકમાં સીતેર ટકા જેટલા આદિવાસીઓ અને ખેડૂતો રહે છે. અમીરગઢ વિસ્તારમાં મુખ્ય પશુપાલન અને ખેતી મુખ્ય આજીવિકા છે. અને ખેડૂતો ખેતી પણ સારા પ્રમાણમાં કરી રહ્યાં હોઇ એકંદરે ખેડૂતો સંતોષ અનુભવે છે. પરંતુ કેટલાય ખેડૂતોને પિયતનું સાધન ન હોવાથી માત્ર ચોમાસાની ઋતુ ઉપર નિર્ભય હોય એવા લોકો વરસાદની કાગડોળે રાહ જોઈ રહેલા હોય છે. તેવા લોકો હાલમાં પડેલા વરસાદથી સૂકા પડેલા ખેતરોમાં વાવણી લાયક વરસાદ થતાં પોતાના ખેતરોમાં નવા પાકની વાવણી માટે હરખભેર પહોંચી ગયા છે. અને નવી વાવણીના શ્રી ગણેશ કરેલા છે.

કુદરતના ગતિ ચક્રથી લાભ અને ગેરલાભ બંને દેખાયા

હાલમાં આવેલા વરસાદે ઉનાળાનો પાક જે તૈયાર થયેલો છે. તેને નુકસાન પણ કરેલો છે. પરંતુ સામે પિયતનું સાધન ન ધરાવનાર ખેડૂતોની આશા પણ જગાવેલી છે. કુદરતના આ ગતિના ચક્રથી લાભ અને ગેરલાભ બંને દેખાઈ આવે છે.

અન્ય સમાચારો પણ છે...