સમસ્યા:કોલેજમાં બેઠકો વધારવા મુદ્દે યુનિ.ના ડિરેક્ટરનો ઘેરાવો

પાલનપુરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • બેઠકો વધારવાનો નિર્ણયનો અમલ નથી થતો : એબીવીપી

કોલેજમાં ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા અગાઉ બેઠકો વધારવાની મંજૂરી અપાઈ હતી. પરંતુ મેનેજમેન્ટ દ્વારા તેનો અમલ કરવામાં ન આવતાં મંગળવારે અખિલ ભારતીય વિધાર્થી પરિષદ દ્વારા યુનિવર્સિટીના ડિરેકટરનો ઘેરાવો કરાયો હતો.

પાલનપુર અખિલ ભારતીય વિધાર્થી પરિષદ દ્વારા કોલેજની જુદી-જુદી ફેકલ્ટીઓમાં સીટો વધારવા માટે અગાઉ પાટણ યુનિ.માં રજુઆત કરી હતી. જેના પગલે યુનિવર્સિટી દ્વારા સરકારી જગ્યાઓની સીટોમાં વધારો કર્યો હતો. અને 120 બેઠકો માંથી વધારીને 210 બેઠકો કરી હતી. પરંતુ પાલનપુરની જી.ડી.મોદી કોલેજ દ્વારા માત્ર કાગળ ઉપર સીટો વધારી છે. જેનો વિદ્યાર્થીઓને લાભ આપતો નથી અને સેલ્ફ ફાઇનાન્સમાં એડમિશન આપી વિદ્યાર્થીઓ પાસેથી તગડી ફી વસુલી રહી છે.

જેના મુદ્દે એબીવીપી દ્વારા કોલેજને રજુઆત કરી હતી. પરંતુ સંસ્થા દ્વારા આંખ આડા કાન કરાતા મંગળવારે અખિલ ભારતીય વિધાર્થી પરિષદ દ્વારા યુનિવર્સિટીના ડિરેકટરનો ઘેરાવો કરાયો હતો.

અન્ય સમાચારો પણ છે...