તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દિવાળી પછી કોરોનાની બીજી લહેરના કારણે વિકટ પરિસ્થિતિ સર્જાઈ રહી છે. કમ્યુનિટી સંક્રમણના કારણે ગામડાં સુધી કોરોના સંક્રમણ ફેલાઈ રહ્યું છે. જેમાં કોરોના ઘાતક લક્ષણ શ્વાસોશ્વાસ મુખ્ય છે. જેના કારણે દર્દીઓને ઓક્સિજન સપોર્ટની ખૂબ આવશ્યકતા રહે છે. ડીસા ભણસાલી કોવિડ વોર્ડમાં 20 ઓક્સિજન બેડ પર દર્દીઓ છે તેમજ ભણસાલી ટ્રસ્ટ દ્વારા ઓક્સિજનના વધુ બેડ કરવાની વ્યવસ્થા હાથ ધરાઈ છે.દિવાળી બાદ કોરોનાના સેકન્ડ વેવમાં મુખ્યત્વે કમ્યુનિટી સંક્રમણના કારણે દર્દીઓનો વધારો છે. બીજા વેવમાં 45થી વધુ ઉંમરના દર્દીઓનો વધારો છે. જે પહેલાં તાવ-શરદીના લક્ષણ હતા, તેની જગ્યાએ દિવાળી બાદ શ્વાસોશ્વાસના લક્ષણ વધુ જોવા મળી રહ્યા છે.કોરોના પોઝિટિવ આવ્યા બાદ એકમાત્ર સહારો દર્દીઓને મેડિકલ ટીમનો હોય છે. ડીસા ભણશાલીમાં 10 દિવસથી દાખલ દર્દીને સુધારો જણાતાં તબીબનો હાથ જોડી આભાર વ્યક્ત કરે છે.
આ અંગે મેડિકલ ઓફિસર હિમાંશુ ગઢવીએ જણાવ્યું કે, પહેલાં ઓક્સીજન વોર્ડમાં 10 બાટલા વપરાતા હતા. હાલમાં 15થી 18 ઓક્સીજન બાટલાનો વપરાશ થાય છે. તેમજ ફેફસાંનો ન્યુમોનિયા થઇ જવાથી સોજો આવી જાય છે. તેના કારણે શ્વાસોશ્વાસમાં તકલીફ થતી હોય છે. હાલ આવા સિરિયસ કેસનું પ્રમાણ વધુ છે.
એક જ પેશન્ટના 360 ડિગ્રીથી લીધેલા ફોટા
કોરોનાની સારવાર લઈ રહેલા દર્દી ભરતભાઇ રાઠોડે જણાવ્યું કે, કોરોનાનો વાયરસ ભયંકર છે. દરેક જણ માસ્ક પહેરે, સોશિયલ ડિસ્ટન્સ જાળવે અને સેનેટાઈઝરનો ઉપયોગ કરવો જોઇએ.તો તેની ઓછી અસર થશે.
પોઝિટિવ દર્દીને આ ટ્રીટમેન્ટ અપાય છે
પોઝિટિવઃ- જે કામ માટે તમે છેલ્લાં થોડા સમયથી કોશિશ કરી રહ્યા હતાં, તે કાર્ય માટે કોઇ યોગ્ય સંપર્ક મળી જશે. વાતચીતની મદદથી તમે કોઇ મામલાનું સમાધાન શોધી લેશો. કોઇ જરૂરિયાતમંદ મિત્રની મદદ કરવાથી તમને આત્...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.