તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ભાજપથી સાઈડ લાઈન કરાયેલા અલ્પેશ ઠાકોર દાંતીવાડાના ઝાત ભાડલી ગામમાં સ્નેહમિલનમાં સમારોહમાં હુંકાર વ્યક્ત કરતા ઓગડનાથ મહારાજના મંદિરથી ફરી ક્રાતીકારી ચેતના યાત્રા શરૂ કરવાની જાહેરાત કરી બીજી ઇનિંગ શરૂ કરવાનો ઈરાદો વ્યક્ત કર્યો હતો. પોતાના ભાષણ દરમિયાન અલ્પેશ એ કહ્યું હતુંકે સિંહની ગર્જના થાય ત્યારે ફટાફટ રસ્તો ખાલી થઈ જાય છે. ઉલ્લેખનીય છે કે ભાજપે અલ્પેશને કટ ટુ સાઈઝ કરી દીધા બાદ ફરીથી સક્રિય થયો છે. દાંતીવાડા તાલુકાના ઝાત ભાડલી ગામમાં ક્ષત્રિય ઠાકોર સેનાના પ્રમુખ અલ્પેશ ઠાકોર રામાપીરના દર્શન કરવા આવ્યા હતા.
ક્ષત્રિય ઠાકોર સેના પાંથાવાડા દ્રારા અલ્પેશનો સન્માન સમારોહ યોજાયો હતો. અલ્પેશ ભાજપમાં થતી અવગણના મામલે પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો. કોંગ્રેસ છોડી ભાજપમાં પ્રવેશ કરનારા અલ્પેશ ઠાકોરની રાધનપુર પેટાચૂંટણીમાં કારમી હાર થયા બાદ ભાજપમાં સીઆરપાટીલની ટીમમાં હોદ્દો કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમા કોઇ જ મહત્વની જવાદારી ન મળતાં અને વારંવાર ઉપેક્ષાથી નારાજ અલ્પેશે જણાવ્યું હતું કે "સિહ ત્રાડ કરે છે ત્યારે અહી બેઠા ફફડાટ કરતાં હોઈએ છીએ પણ જ્યારે ફરી ત્રાડ કરે ત્યારે ખ્યાલ આવે આ તો સિંહની ગર્જના છે. ત્યારે ફટાફટ રસ્તો ખાલી થઈ જાય.
બસ આપણે સિંહ જેવી ત્રાડ કરી ગર્જના કરીશું ત્યારે ફરી આપણે એજ દિશામાં કામ કરવાનું છે અને એજ તાકાત પાછી મેળવવાની છે. પ્રથમ વાર બનાસકાંઠાથી જેવી શરૂઆત કરી હતી તેવી જ રીતે બનાસની ભુમિ પર ઓગડનાથ મહારાજ ના દર્શન કરી પદયાત્રાની શરૂઆત કરીશુ. આ પદયાત્રા માત્ર બનાસકાંઠા પૂરતી નહી પંરતુ મધ્યગુજરાત સૌરાષ્ટ્ર સુધી જશે.
ઠાકોર સમાજ માં શિક્ષણ, વ્યસનમુક્તિ, મહિલાના હક સામાજિક ઉત્થાન કાર્યને પ્રોત્સાહન કરી સર્વ સમાજને સાથે રાખી ભાઈચારાની ભાવનનો ભાવ દર્શાવવામાં આવશે. અલ્પેશ ઠાકોર કેટલા સમયથી ચૂપ છે તે હવે બનાસકાંઠાથી બોલશે. હુ કેટલાક સમયથી ચૂપ છું. મે બોલવાની તક આપી છે કામ કરો. લોકોના માટે પણ કંઈ કરવું નથી કરવા દેવુ નથી.
પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.