આંખ આડા કાન:પાલનપુરમાં દિલ્હીગેટ થઇ રામજીમંદિરને જોડતાં માર્ગ 6 માસથી બિસમાર હાલતમાં

પાલનપુર6 દિવસ પહેલા
  • કૉપી લિંક
રામજીમંદિર બહારના માર્ગમાં ફરીથી ખાડા પડી ગયા હતા. - Divya Bhaskar
રામજીમંદિર બહારના માર્ગમાં ફરીથી ખાડા પડી ગયા હતા.
  • સ્થાનિકોએ પાલિકાને અનેકવાર રજૂઆત કરવા છતાં આંખ આડા કાન

પાલનપુરમાં રામજી મંદિરનો માર્ગ છેલ્લા 6 માસથી બિસમાર હાલત હોઈ રજૂઆત કરવા છતાં નગરપાલિકા દ્વારા આંખ આડા કાન કરતાં સ્થાનિકોમાં રોષ છે. પાલનપુર શહેરમાં નાની સમસ્યાઓઓને લઈ સ્થાનિકો અવારનવાર રજૂઆત કરી કંટાળી ગયા છે તેમ છતાં ત્યારે પાલનપુર દિલ્હીગેટ થઇ રામજીમંદિરને જોડતાં માર્ગ છેલ્લા 6 માસથી વધુ સમયથી ખરાબ છે

તેમ છતાં પાલિકા આ માર્ગને સુધાર્યો નથી આ બાબતે પથ્થરસડક ના સ્થનિકોએ જણાવ્યું હતું કે દર ચોમાસામાં આ માર્ગ ધોવાય જાય છે આ વખતે પણ અચાનક વરસાદ આવતા ફરી માર્ગ પર ખાડા તેમજ કાંકરા બહાર આવ્યા છે અનેક વાર આ માર્ગને ફરીથી બનાવવા માંગ અનેક રજૂઆત કરવા છતાં પાલિકાના અધિકારીઓનું પેટનું પાણી પણ હલતું નથી.

અન્ય સમાચારો પણ છે...