તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:બનાસકાંઠાની એક પ્રાથમિક શાળાના આચાર્યના એક યુવતી સાથે અશ્લીલ ફોટો વાઈરલ થતા આચાર્યને સસ્પેન્ડ કરાયો

પાલનપુર11 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસવીર
  • શિક્ષણ જગતને કંલકિત કરતી આ ઘટનાને લઈ શિક્ષણ વિભાગે ત્વરિત કાર્યવાહી કરી

બનાસકાંઠામાં એક શિક્ષણ જગતને કલંકિત કરતી ઘટના મામલે શિક્ષણ વિભાગે કડક કાર્યવાહી કરી છે. બનાસકાંઠા જિલ્લાની એક પ્રાથમિક શાળા આચાર્યના એક યુવતી સાથેના અશ્લીલ ફોટા વાયરલ થતા શિક્ષણ વિભાગે તાત્કાલિક તપાસ કરી આચાર્ય ને સસ્પેન્ડ કર્યો છે. શિક્ષણ વિભાગે આચાર્ય સામે પ્રાથમિક તપાસ કરી જિલ્લા શિક્ષણ અધિકારી સંજયભાઈ પરમારે અશ્લીલ ફોટો વાયરલ થયેલા આચાર્ય ને ફરજ પરથી મોકૂફ કરવામાં આવ્યા છે

બનાસકાંઠા જિલ્લા શાળાના આચાર્યના અશ્લીલ ફોટા આજે સવારે સોશ્યલ મીડિયા માં વાયરલ થયા હતા. આજે વહેલી સવારથી જ જિલ્લાની એક પે કેન્દ્ર શાળાના આચાર્યના એક યુવતી સાથેના ફોટા વાયરલ થતાં ખળભળાટ મચી ગયો છે. આ બાબત ધ્યાને આવતા જ જિલ્લા શિક્ષણ અધિકારી સંજયભાઈ પરમારે પ્રાથમિક તપાસ કરતા પ્રાથમિક શાળા ના આચાર્ય તાત્કાલિક ફરજ મોકુફ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે .

જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી સંજય પરમારે જણાવ્યું હતું કે સવારથીજ સોશિયલ મીડિયામાં ફોટા મળ્યા એની અમે ખરાઇ તાલુકા શિક્ષણ અધિકારી મારફતે કરાવતા વામી પ્રાથમિક શાળાના આચાર્ય ના ફોટા છે ફોટા જોતા અમે તપાશ ની કામ ગિરી સશરૂ કરેલ છે પરંતુ જો નાયતિક અધઃપતન ના ગુના બનતા અમે તાત્કાલિક અસરથી આ શિક્ષકને ફરજ મોકૂફ કરીએ છીએ.

અન્ય સમાચારો પણ છે...