તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધમકી:અગાઉની ફરિયાદમાં સમાધાન નહીં કરતાં પરિવારને જીવતો સળગાવી દેવાની ધમકી

પાલનપુર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ભટામલ નાની ગામના 9 શખ્સો સામે ફરિયાદ

પાલનપુરના ભટામલ નાની ગામે અગાઉ કરેલી ફરિયાદનું સમાધાન કરવાનું કહી વાલ્મિકી પરિવારને જીવતો સળગાવી દેવાની ધમકી આપતાં ગામના 9 શખ્સો સામે પાલનપુર તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

પાલનપુર તાલુકાના ભટામલ નાની ગામે રહેતા મંજુબેન વિરચંદભાઇ વાલ્મિકી 12 દિવસ અગાઉ તેમના ભાઇ જયંતિભાઇ સાથે હતા. ત્યારે ગામના કલ્યાણસિંહ ભોપાળસિંહ ચૌહાણ, નારાયણસિહ ભોપાળસિંહ ચૌહાણ, વાદળસિંહ સેતાનસિંહ ચૌહાણ, ઉદયસિંહ ભોપાળસિંહ ચૌહાણ, મહેન્દ્રસિંહ કાનસિંહ ચૌહાણ, બધુસિંહ ભોપાળસિંહ ચૌહાણ, રણજીતસિંહ રામસિંહ ચૌહાણ, કિસ્મતસિંહ ચેતનસિંહ ચૌહાણ અને ગણપતસિંહ રામસિંહ ચૌહાણ ત્યાં આવ્યા હતા. જેમણે અપશબ્દો બોલી અમારી સામે કરેલી ફરિયાદનું કેમ સમાધાન કરતા નથી તેમ કહી જાતિ અપમાનિત શબ્દો ઉચ્ચાર્યા હતા. અને પરિવારને જીવતો સળગાવવાની ધમકીઓ આપી હતી. આ અંગે મંજુબેને પાલનપુર તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે નવ શખ્સો સામે ગૂનો નોધી પીએસઆઇ બી. આર. પટેલે વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો