રજૂઆત:વીજ કચેરીએ વીજ પાવરનો સમય બદલતાં દિયોદર તાલુકાના ખેડૂતો નારાજ, મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું

4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સમયમાં અચાનક ફેરફાર કરીને રાત્રે 11:30થી 7:30 સુધી પાવર આપવામાં આવે છે
  • ખેતરમાં વીજ પાવર પહેલાની જેમ દિવસે 12થી 8:00 સુધી આપવાની માંગ કરાઈ

બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાના ખેડૂતોએ મામલતદારને આવેદનપત્ર પાઠવી વીજ પાવર સપ્લાયને લઇ વીજ પાવર સમય બદલવા એકત્ર થઇ મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું. જેમાં ખેતરમાં વીજ પાવર દિવસે આપવાની માંગ સાથે ખેડૂતોએ રજૂઆત કરી હતી.

દિયોદર તાલુકાના ખેડૂતોએ વીજ પાવર સપ્લાયને લઈ વીજ પાવર સમય બદલાવવા મામલતદારને આવેદનપત્ર પાઠવી રજુઆત કરી હતી કે, દિયોદર તાલુકાના જુદા જુદા ફિડરોમાં અગાઉ તેના સમય પ્રમાણે વીજ પાવર દિવસે સવારે 12થી 8:00 સુધી આપવામાં આવતો હતો. જેમાં અચાનક ફેરફાર કરીને રાત્રે 11:30થી 7:30 સુધી આપવામાં આવે છે. જેમાં શિયાળાની કડકડતી ઠંડીમાં આજે પાક મોટા થયા હોવાથી રાત્રે ખેતરમાં આવી ઠંડીમાં ચારા વાળવામાં તેમજ ભૂંડ અને અન્ય પ્રાણીઓના ત્રાસ અને ભયથી ઘણી મુશ્કેલીઓ પડી શકે છે. ઉપરાંત બીમાર થઈ જવાની પણ ભીતિ ખેડૂતોને સેવાઈ રહી છે.

વધુમાં જણાવાયું હતું કે અગાઉના સમય પ્રમાણે વીજ પાવર દિવસે આપવામાં આવે તે માટે દિયોદર તાલુકાના ખેડૂતોએ એકઠા થઇ ફીડર પ્રમાણે 220kv વિભાગ કચેરી વખા દિયોદર ખાતે આવેદનપત્ર આપેલું છે. પરંતુ આ બાબતે હજુ સુધી કોઈ કાર્યવાહી થયેલી નથી. તો દિયોદર તાલુકાના ખેડૂતોની લાંગણી અને માંગણીને ધ્યાને લઇ અગાઉ તેના સમય પ્રમાણે વિજ પાવર જે દિવસે સવારે 12થી સાંજના 8 વાગ્યા સુધી આપવામાં આવતો હતો તે પ્રમાણે આપવામાં આવે તેવી વિનંતી કરાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...