તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માનવતાની મહેક:સાગ્રોસણા ગામના લોકો 600 ટિફિન બનાવી કોરોના દર્દીઓને પહોંચાડે છે

પાલનપુર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પાલનપુરની સિવિલ તેમજ ખાનગી કોવિડ હોસ્પિટલો માટે ચાલતો ભોજનયજ્ઞ

પાલનપુર તાલુકાના સાગ્રોસણા ગ્રામજનોએ કોરોના સંક્રમિત દર્દીઓને નિઃશુલ્ક ભોજન આપવાનો સંકલ્પ લીધો છે. સાગ્રોસણા ગામના સરપંચ માનચંદભાઈ પટેલ, તાલુકા પંચાયત સભ્ય જયેશભાઈ ચૌધરી, યુવા અગ્રણીઓ ડૉ. ગણેશભાઈ પટેલ, કાંતિભાઈ પટેલ, દલજીભાઈ સહિત ગામનાં 40 જેટલાં યુવાનો ખડેપગે લોકોની સેવામાં ભોજન બનાવવાથી લઇ દર્દીઓ સુધી ટિફિન પહોંચાડવાની કામગીરીની વ્યવસ્થા સંભાળી રહ્યાં છે. છેલ્લા 10 દિવસથી વધુ સમયથી નિઃશુલ્ક ભોજનનો સેવાયજ્ઞ અવિરતપણે ચાલુ છે.

તાલુકા પંચાયતના સભ્ય જયેશભાઇ ચૌધરીએ જણાવ્યું કે, શરૂઆતના દિવસોમાં રોજના 400 ટીફીનની માંગ રહેતી હતી. હવે રોજના દૈનિક 600 જેટલાં ટિફિન દર્દીઓના સગાવ્હાલા ફોન કરીને નોંધાવે તે રીતે અમે પહોંચાડીએ છીએ. ભોજનમાં રોટલી, પૂરી-શાક, ખીચડી, લાડુ, દૂધ પાઉચ, પાણીની બોટલ સાથેનું ટિફિન પાલનપુરની સિવિલ હોસ્પિટલ સહિત ખાનગી કોવિડ હોસ્પિટલો પહોંચાડવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...