તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મગફળીની ખરીદી:પાલનપુર માર્કેટયાર્ડમાં એક જ દિવસમાં મગફળીની 24000 બોરીની આવક થઈ

પાલનપુર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ખેડૂતોને પ્રતિ 20 કિલોએ 900 થી 1271નો ભાવ મળતાં ખુશ

દિપાવલી બાદ માર્કેટયાર્ડ ધમધમતાં થતાં ખેડૂતો મગફળીની ઉપજ ભરાવી રહ્યા છે. જ્યાં પાલનપુર માર્કેટયાર્ડમાં સોમવારે એક જ દિવસમાં મગફળીની 24000 બોરીઓની આવક થવા પામી હતી. ખેડૂતોને મગફળીના પ્રતિ 20 કિલોએ રૂપિયા 900 થી 1271નો ભાવ મળતાં ચહેરા ઉપર પણ ખૂશી જોવા મળી હતી.

પાલનપુર સ્થિત માર્કેટયાર્ડમાં પણ પાલનપુર ઉપરાંત વડગામ, દાંતા પંથકના કેટલાક ખેડૂતો પણ મગફળી લઇને આવી રહ્યા છે. જેના પગલે સોમવારે એક જ દિવસમાં મગફળીની 24000 બોરીઓની આવક થઇ હતી. સૂત્રોએ જણાવ્યું હતું કે, ‘વર્તમાન સમયે ખેડૂતોને ટેકાના ભાવ કરતાં પણ વધુ ઉંચો ભાવ મળી રહ્યો છે. સોમવારે પ્રતિ 20 કિલોએ 900થી 1271નો ભાવ મળ્યો હતો.’ પરબતજી ઠાકોરે જણાવ્યું કે આગામી 30 તારીખે દીકરીના લગ્ન છે. આથી ખરીદી કરવાની છે.મગફળીનો સારો ભાવ મળતાં ખેડૂતોમાં આનંદ પ્રસર્યો છે.’

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- જે કામ માટે તમે છેલ્લાં થોડા સમયથી કોશિશ કરી રહ્યા હતાં, તે કાર્ય માટે કોઇ યોગ્ય સંપર્ક મળી જશે. વાતચીતની મદદથી તમે કોઇ મામલાનું સમાધાન શોધી લેશો. કોઇ જરૂરિયાતમંદ મિત્રની મદદ કરવાથી તમને આત્...

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser