તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
કોરોનાના કપરા કાળની ભયાવહ યાદોને પાલનપુર સિવિલના ડો. અમિત વાઘેલા હવે યાદ કરવા માંગતા નથી. સેવાના બદલામાં એવું દર્દ મળ્યું કે જેના ઘા પર જલ્દી રૂઝ આવી જ નહીં. એટલે એ ખરાબ સમયને જલ્દી ભૂલવા માંગે છે. ડો. અમિત વાઘેલા કોરોનાનો પહેલો કેસ આવ્યો ત્યારથી જ ફિજિશિયન તરીકે ફરજ બજાવી રહ્યા છે. એમણે જણાવ્યું કે, શરૂઆતના અઢી મહિનામાં 500 લોકોની સારવાર દરમિયાન એકપણ દિવસ રજા લીધી નહીં. જમવાનું ન ભાવે તેમ છતાં રોજ હોટેલનું પરાણે જમવું પડ્યું.
જૂન મહિનામાં સંક્રમિત બનેલા અમિત વાઘેલાને પોતાનો ફ્લેટ ખાલી કરવો પડ્યો. તબિયત વધુ લથડી તો સ્ટર્લિંગમાં ભરતી થવું પડ્યું. હોસ્પિટલના આઇસીયુ બેડની પથારીએ એક તબક્કે લાગ્યું હવે નહીં બચાય ત્યાં જ આત્મ વિશ્વાસ વધાર્યો અને જીત હાંસલ કરી. ફરી દર્દીઓની સેવામાં લાગ્યો, હવે એ બધું યાદ કરવું અઘરું છે.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.