તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કચરામાંથી મળેલા વૃદ્ધાનું મોત:ડીસાના વૃદ્ધાએ સિવિલમાં અંતિમ શ્વાસ લીધા, લોહી ચઢાવવા છતાં રિકવરી ન આવી, પરિવાર મૃતદેહ નહીં સ્વીકારે તો પાલિકા અંતિમસંસ્કાર કરશે

પાલનપુર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ડીસામાં કચરામાં ફેંકી દેવાયેલી 80 વર્ષની વૃધ્ધાની ફાઈલ તસવીર - Divya Bhaskar
ડીસામાં કચરામાં ફેંકી દેવાયેલી 80 વર્ષની વૃધ્ધાની ફાઈલ તસવીર

ડીસામાં કચરાના ઢગલામાંથી મળી આવેલા વૃધ્ધાની પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. જ્યાં રવિવારે રાત્રે તેણીએ હોસ્પિટલના બિછાને જ અંતિમ શ્વાસ લીધા હતા. વૃધ્ધાના શરીરમાં લોહિ એકદમ ઓછુ હતુ. સેવાભાવી સંગઠનો દ્વારા બે બોટલ ચઢાવવામાં આવી હતી. જોકે, શરીર અશકત બની ગયું હોઇ સાજા ન થતાં તેમનું મૃત્યુ થયું હતુ. જેમના મૃતદેહને પી. એમ. માટે ખસેડવામાં આવ્યો હતો. નિયમાનુસારની કાર્યવાહી પુરી થયા બાદ મૃતદેહ સોંપવામાં આવનાર છે.

15 દિવસ પહેલાં વૃદ્ધા કચરામાંથી મળી આવ્યા હતા
15 દિવસ પહેલાં વૃદ્ધા કચરામાંથી મળી આવ્યા હતા

ડીસામાંથી થોડા દિવસ અગાઉ કચરાના ઢગલામાંથી વૃધ્ધ મળી આવ્યા હતા. જેમને સેવાભાવી સંગઠનોએ પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. દરમિયાન દિવ્ય ભાસ્કરે વૃધ્ધાના પરિવારજનોને શોધી કાઢ્યા હતા. જેમનું નામ કમળાબેન બાબુભાઇ પુરબીયા મૂળ મહેસાણા તાલુકાના ઊંઝા તાલુકાના સુરપુરા ગામના અને હાલ ડીસામાં રહેતા બબાભાઇ વાલ્મિકીના પુત્રી હોવાની ઓળખ મળી હતી. પરિવારમાં ચાર સંતાનો છે. જોકે, વર્ષ 2006માં પતિથી છુટાછેડા લઇ તેઓ ડીસામાં જ નવાવાસ વાલ્મિકી વાસમાં તેમના માતા- પિતા અને બહેનના ઘરે રહેવા જતા રહ્યા હતા. તેમના પતિનું 2014માં નિધન થયુ હતુ.

તાત્કાલિક વૃદ્ધાને સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ મોકલવામાં આવ્યા હતા
તાત્કાલિક વૃદ્ધાને સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ મોકલવામાં આવ્યા હતા

પરિવાર મતદેહ નહીં સ્વિકારે તો પાલિકા અંતિમ સંસ્કાર કરશે
પાલનપુર સિવિલમાં સારવાર હેઠળ રહેલા વૃધ્ધાના શરીરમાં લોહીની માત્રા ઓછી હતી. લોહી આપવામાં આવ્યું પણ શરીર અશકત હોઇ સાજા થઇ શક્યા નથી. પરિવારજનો મૃતદેહ નહી સ્વિકારે તો પોલીસને જાણ કરી પાલિકા મૃતદેહનો અંતિમ સંસ્કાર કરશે. - ભરત મિસ્ત્રી (સિવિલ સર્જન, પાલનપુર)

વૃદ્ધાની તસવીર
વૃદ્ધાની તસવીર
અન્ય સમાચારો પણ છે...