તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કામગીરી:પાલનપુરમાં નવા બનેલા સીસી રોડ વચ્ચેથી તોડી દેવામાં આવ્યા

પાલનપુર24 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ભૂગર્ભગટરના કામ માટે તોડી દેવાયેલા રોડ એજન્સી દ્વારા જ રીપેર કરવામાં આવશે

પાલનપુર શહેરમાં અનેક વિસ્તારોમાં ભૂગર્ભ ગટરની પાઇપલાઇન નાખવા લાખોના ખર્ચે 6 મહિના કે એકાદ વર્ષ પહેલાજ નવા બનેલા સીસી રોડ વચ્ચેથી તોડી દેવાયા છે. જેને લઈ લોકોમાં ભારે આક્રોશ છે જોકે તોડી દેવાયેલા રોડનું મરામત કાર્ય જીયુડીસી દ્વારા જ દ્વારા જ કરવામાં આવનાર છે.

પાલનપુર શહેરમાં નગરપાલીકાનું ઇલેક્શન ચાલી રહ્યું છે તેવામાં શહેરના જુદા-જુદા વોર્ડમાં ભૂગર્ભ ગટરની પાઈપ લાઈનનું કામ પણ યુદ્ધના ધોરણે થઇ રહ્યું છે. જેને લઇ શહેરની અનેક નાની-મોટી સોસાયટીઓમાં, સાંકડી ગલીઓમાં જેસીબીથી રસ્તાઓ તોડી પાડવામાં આવ્યા છે. અને રસ્તાની દસ ફુટ નીચેથી લઈ છ ફૂટ નીચે સુધી પાઇપલાઇનનું લેવલ મેળવી ભૂગર્ભ ગટરનું કામ કરવામાં આવી રહ્યું છે.

જેના માટે 6 મહિના પૂર્વજ બનાવાયેલા નવાનક્કોર રસ્તાઓ પણ તોડી દેવાયા છે. શહેરના મીઠીવાવ વિસ્તારના રહીશોએ જણાવ્યું હતું કે " અમારા વિસ્તારમાં છ મહિના પૂર્વે ખુબ જ સારો રસ્તો એજન્સી સાથે સંઘર્ષ કરીને બનાવવામાં આવ્યો હતો. જે રસ્તો વગર પાઇપલાઇન માટે જોડવામાં આવ્યો છે અમારા વિસ્તારમાં ગટર લાઈન આવવાની છે તેવી જો પહેલાથી ખબર હોત તો નવો રસ્તો અમે પછી બનાવી દેતાં. પાલિકાએ સંકલનમાં રહ્યા વગર આ પ્રકારની ગંભીર ભૂલ કરી છે જેના લીધે સારો રસ્તો ગુમાવવો પડયો છે."

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો