તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બજેટ:બનાસકાંઠામાં ભાજપ શાસિત ડીસા નગરપાલિકાની નવી બોડીએ આજે વર્ષ 2021-22નું નવું અંદાજપત્ર રજૂ કર્યું

પાલનપુરએક મહિનો પહેલા
 • બેઠકની શરૂઆત ગત વર્ષની 17 કરોડ 18 લાખ 20 હજારની ઊઘડતી સિલક સાથે કરવામાં આવી
 • આગામી વર્ષ માટે 297 કરોડ 85 લાખ 12 હજારના ખર્ચની જોગવાઈ કરવામાં આવી
 • 194 કરોડ 59 લાખની આવક આવક દર્શાવવામાં આવી

હંમેશા વિવાદોમાં ઘેરાયેલી રહેતી ડીસા નગરપાલિકામાં આજે આગામી વર્ષના અંદાજપત્ર માટે બેઠક બોલાવવામાં આવી હતી. આ બેઠકની શરૂઆત ગત વર્ષની 17 કરોડ 18 લાખ 20 હજારની ઊઘડતી સિલક સાથે કરવામાં આવી હતી અને આગામી વર્ષ માટે 297 કરોડ 85 લાખ 12 હજારના ખર્ચની જોગવાઈ કરવામાં આવી હતી. જ્યારે 194 કરોડ 59 લાખની આવક આવક દર્શાવવામાં આવી હતી.

આજે સભાની કાર્યવાહી શરૂ થઈ તેની સાથે અપક્ષ અને વિપક્ષ દ્વારા સ્થાનિક ધારાસભ્યની અંદાજપત્રની બેઠકમાં હાજરીને લઈ હોબાળો મચાવી દેવામાં આવ્યો હતો. ભાજપના પૂર્વ સદસ્ય અને વર્તમાન સમયમાં અપક્ષ ઉમેદવાર એવા રમેશ માજીરાણાએ અંદાજ પત્ર માટે બોલાવવામાં આવેલી બેઠકમાં ધારાસભ્યની હાજરીને લઈ નારાજગી દર્શાવી હતી અને ધારાસભ્યને સભાખંડ છોડવા માટે માંગ કરી હતી સાથે સાથે રમેશ માજીરાણાએ આજે યોજાયેલી બેઠકમાં ગત ટર્મ દરમ્યાન વિવાદમાં રહેલા નાનાજી દેશમુખ ગાર્ડનનો મુદ્દો ઉઠાવ્યો હતો અને કરોડોના ખર્ચે તૈયાર થયેલા આ ગાર્ડનની અવદશા થવા પાછળ વર્તમાન ધારાસભ્ય હોવાના આક્ષેપ કર્યા હતા.

આજની સભામાં ધારાસભ્ય સામે થયેલા સંગીન આક્ષેપોને પગલે ધારાસભ્યે જણાવ્યુ હતું કે, નાનાજી દેશમુખ ગાર્ડનને આક્ષેપ કરનાર સદસ્ય દ્વારા શહેરના વિકાસમાં અવરોધ નાંખવામાં આવે છે અને શહેરમાં તૈયાર થઈ રહેલા કોમર્શિયલ કોમ્પ્લેક્ષો સામે વારંવાર અરજીઓ કરનાર શખ્સ છે અને અગાઉ ડીસા નગરપાલિકાની ડંપિંગ સાઇટ પર ગેરકાયદેસર રીતે ભંગાર લેતા હોવાના આક્ષેપ કર્યા છે અને તેમની આ બેઠકમાં હાજરીને લઈ થયેલા વિવાદ અંગે તેમણે જણાવ્યુ હતું કે, આજની આ બેઠક ડીસા નગરપાલિકાના પ્રમુખની અધ્યક્ષતામાં મળી છે અને પોતે અધ્યક્ષ તરીકે હતા જ નહીં આક્ષેપ અને પ્રતિઆક્ષેપ વચ્ચે યોજાયેલા અંદાજપત્ર માટેની આ બેઠકમાં ડીસા નગરપાલિકાના પ્રમુખ રાજુભાઇ ઠક્કરે જણાવ્યુ હતું કે. વિપક્ષનું કામ આક્ષેપ કરવાનું છે અને ભારતીય જનતા પાર્ટીની નવી ચૂંટાયેલી સરકાર દ્વારા ડીસા શહેરના વિકાસ માટે કટિબધ્ધતા દર્શાવી છે અને આગામી સમયમાં શહેરમાં અનેક વિકાસના કાર્યોને વેગ આપવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો