તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લોહીની જરૂરિયાતમાં વધારો:કોરોનાકાળ પછી પાલનપુરમાં લોહીની જરૂરિયાત 15 ટકા વધી

પાલનપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પાલનપુરમાં ઓકિસજન નહીં લોહીની જરૂરિયાતમાં વધારો
  • એક મહિનામાં 2250 બોટલનો વપરાશ,બોટલની જાળવણી માટે મહિને રૂ. 20 લાખનો ખર્ચ

બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા એક માસથી કોરોનાના કેસો ઘટી રહ્યા છે. હોસ્પિટલો કોરોનાના દર્દીઓ નથી. જેથી ઓકિસજનની માંગ ઘટી ગઇ છે. પરંતુ પ્રસૂતિ, અકસ્માત કે અન્ય બિમારીઓના દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. જેમને લોહીની જરૂર પડતી હોઇ કોરોના કાળ પછી લોહીની બોટલની 15 જરૂરીયાત વધી જવા પામી છે. વર્તમાન સમયે શહેરમાં લોહી ઉપલબ્ધ કરાવતી 5 બ્લડ બેંકોમાંથી એક માસમાં 2250 બોટલો દર્દીઓને આપવામાં આવી રહી છે.

પાલનપુર શહેરમાં કોરોના કાળ દરમિયાન મોટાભાગની કોવિડ હોસ્પિટલો દર્દીઓથી ભરાઇ ગઇ હતી. ઓક્સિજનની બોટલની અછત સર્જાતા અનેક દર્દીઓના મોત નિપજ્યાં હતા. જોકે, કોરોનાના પહેલા વેવમાં પ્લાજમાની જરૂર વધારે રહી હતી. આ અંગે ડો. ઉમંગ વૈષ્ણવે જણાવ્યું હતુ કે, કોરોના થયા બાદ સ્વસ્થ થઇ ગયેલા વ્યકિતના લોહીમાંથી પ્લાઝમા લઇ કોરોના દર્દીને આપવામાં આવતાં તે ઝડપી સ્વસ્થ થતો હતો. જોકે, બીજા વેવમાં આ પધ્ધતિ ઓછી અપનાવવામાં આવતી હતી.

આ અંગે ડો. જીજ્ઞેશ પટેલે જણાવ્યું કે, કોરોના દરમિયાન એક મહિનામાં અંદાજીત 1500 બોટલ રકતની જરૂર હતી. જેની જરૂરીયાત વર્તમાન સમયે વધી ગઇ છે. આ અંગે પાલનપુરમાં બ્લડ બેંકના સંચાલકોએ જણાવ્યું હતુ કે, વર્તમાન સમયે શહેરમાં એક માસમાં 2250 જેટલી લોહીની બોટલો દર્દીઓને આપવામાં આવી રહી છે.

આ કારણથી લોહીની જરૂરિયાત વધી
કોરોના કાળમાં શહેરોમાં આવેલી મોટાભાગની હોસ્પિટલોમાં અન્ય બિમારીઓની ઓપીડીઓ ઓછી લેવાતી હતી. માર્ચના અંતિમ 15 દિવસમાં તો સદંતર બંધ હતી. આથી કોરોના સિવાય અન્ય બિમારીઓ ધરાવતાં અશકત દર્દીઓ લોહીનો રિપોર્ટ કરાવ્યા વિના જ ગ્રામિણ વિસ્તારોની હોસ્પિટલોમાં સારવાર કરાવતાં હતા. આવા દર્દીઓ કોરોના ઓછો થતાં મોટી હોસ્પિટલોમાં સારવાર અર્થે આવી રહ્યા છે. જેમને લોહીની જરૂર પડી રહી છે. આ ઉપરાંત પ્રસૂતા મહિલાઓ અને અકસ્માતની ઘટનાઓના કારણે લોહીની બોટલની માંગ વધી રહી હોવાનું તબીબી સૂત્રોએ જણાવ્યું હતુ.

પાલનપુર શહેરમાં જ દૈનિક લોહીની બોટલો
પાલનપુરમાં આવેલી પેથાણી બ્લડ બેંકમાંથી દૈનિક 5, ગાયત્રી બ્લડ બેંકમાંથી 15, ભૂમી બ્લડ બેંકમાંથી 25, બનાસબ્લડ બેંકમાંથી 15 અને સિવિલ હોસ્પિટલમાંથી 15 લોહીની બોટલો દર્દીઓને આપવામાં આવી રહી છે. જે એક માસમાં 2250 થાય છે. સિવિલની બ્લડ બેંકમાંથી અપાતી બોટલનો કોઇ ચાર્જ લેવામાં આવતો નથી.

કિસ્સો : 1 બસુના યુવકને નેગેટિવ ગૃપનું લોહી મેળવવામાં મુશ્કેલી પડી
પાલનપુરના બ્લડ બેંકના સંચાલક અશ્વિનભાઇએ જણાવ્યું કે, પાલનપુરના માં આઇ. સી. યુંમાં બસુ ગામના યુવકને સારવાર અર્થે દાખલ કરાયો છે. જેને પાંચ બોટલ રકતની જરૂર પડી હતી. જોકે, બ્લડ ગૃપ નેગેટિવ હોવાથી બોટલો મેળવવામાં ખુબ જ મુશ્કેલી પડી હતી. એ- બી. નેગેટિવ લોહી મેળવવામાં મુશ્કેલીઓ પડે છે. મહેસાણા, હિંમતનગર, પાટણ, રાજસ્થાનના સાંચોર સહિત ઉત્તર ગુજરાતમાંથી દર્દીઓ આ ગૃપનું લોહી લેવા માટે પાલનપુર આવતાં હોય છે.

કિસ્સો : 2 પ્રસુતાને પિડા ઉપડતાં રાત્રે 1.30 વાગ્યે લોહી મેળવ્યું
પાલનપુરના વાસણ (ધા)ના હરીજી ઠાકોરે જણાવ્યું કે, મારી પત્નિને રાત્રે પ્રસુતીની પીડા ઉપડતાં હોસ્પિટલ ખસેડાઇ હતી. લોહી ઓછુ હોવાથી તાત્કાલિક લાવવાનુ કહેતા 1.30 કલાકે સવારે સામે લોહીની બોટલ જમા કરાવવાની બાકી રાખી (બીજા દિવસે જમા કરાવવાનું કહી) લોહી મેળવ્યું હતુ.

અન્ય સમાચારો પણ છે...