તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સમસ્યા:નગરપાલિકાએ બોર બનાવ્યો પણ પૂરતા પ્રેસરથી પાણી ન આવતાં સમસ્યા જૈસે થૈ

પાલનપુર9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પાલનપુર ત્રણ દરવાજા વિસ્તારની સમસ્યા
  • ખાસદારફળી,ચૌહાણવાસ,તોસ્તીવાસ,ગુંજીફળી,ભોંયફળી સહિતના વિસ્તારોમાં પાણી નહીં પહોંચતા મુશ્કેલીઓ વધી

પાલનપુર શહેરના કોટ અંદરના વિસ્તારમાં વસવાટ કરતાં લોકો અનેક સમસ્યાઓ વચ્ચે હાડમારીભર્યુ જીવન વ્યતિત કરી રહ્યા છે. જેમને પાયાની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવતી ન હોઇ અવાર - નવાર પાલિકામાં રજૂઆતો કરતાં હોય છે. જ્યાં ત્રણ દરવાજા વિસ્તારમાં પાલિકા દ્વારા બનાવેલા બોરમાંથી પુરતા પ્રેસરથી પાણી આવતું ન હોઇ પીવાના પાણીની સમસ્યા સર્જાઇ છે. જેનો ઉકેલ લાવવા માટે સ્થાનિક નગરસેવકો દ્વારા ચિફ ઓફિસરને રજૂઆત કરવામાં આવી હતી.

પાલનપુર નગરપાલિકા દ્વારા કોટ અંદરના વિસ્તારમાં રહેતા લોકો સાથે વ્હાલા દવાલાની નિતી રાખવામાં આવતી હોવાના અવાર- નવાર આક્ષેપો ઉઠી રહ્યા છે. રોડ, પાણી અને સફાઇ જેવી પાયાની સુવિધાઓ પુરી પાડવામાં આવતી ન હોવાની રજૂઆતો થઇ રહી છે. ત્યારે વર્તમાન સમયે ત્રણ દરવાજા વિસ્તારમાં પીવાના પાણીનો વિકટ પ્રશ્ન સર્જાવા પામ્યો છે. આ અંગે સ્થાનિક નગરસેવકો સાહિલહુસેન આબીદહુસેન કુરેશી, રૂકશારબાનુ ફજામીયા સિન્ધી અને મહેફુજાબાનુ તૌસીફભાઇ સિંધીએ ચિફ ઓફિસરને રજૂઆત કરી છે.

જેમાં જણાવાયું છે કે, ત્રણ દરવાજા વિસ્તારમાં નગરપાલિકા દ્વારા બોર બનાવવામાં આવ્યો છે. જોકે, પુરતુ પ્રેસર આવતું ન હોવાથી ખાસદારફળી, ચૌહાણવાસ, તોસ્તીવાસ, ગુંજીફળી, ભોંયફળી, કચરૂફળી સહિતના વિસ્તારોમાં પુરતા પ્રમાણમાં પાણી ન પહોંચતા મુશ્કેલીઓ વધી છે. જો વાલ્વ સેટ કર્યા પછી પાણી છોડવામાં આવે તો આ સમસ્યાનો ઉકેલ આવી શકે તેમ છે.

અન્ય સમાચારો પણ છે...