તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હર્ષના આંસુ વહ્યા:MPની મહિલાનું બે વર્ષ બાદ પતિ સાથે મિલન થયું

પાલનપુર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર
 • પાલનપુર નારી સંરક્ષણ કેન્દ્રમાં રહેતી પરિણીતાને સખીવન સ્ટોપ કેન્દ્ર દ્વારા તેના વતનમાં મોકલાઈ

પાલનપુર ખાતે નારી સંરક્ષણ કેન્દ્રમાં છેલ્લા બે વર્ષથી રહેતી મધ્યપ્રદેશની મહિલાને એક માસ અગાઉ સખી વન સ્ટોપ સેન્ટરમાં લવાઇ હતી. જ્યાં તેણીની પુછપરછ દરમિયાન વતનનું સરનામું મળતાં મધ્યપ્રદેશના ઉમરીયા ઇસરા ગામે તેણીના પતિ સાથે મિલન કરાવવામાં આવ્યું હતુ. બે વર્ષ બાદ પતિ - પત્નીનું મિલન થતાં બંનેની આંખોમાંથી હર્ષના આંસુ વહ્યા હતા. પાલનપુર નારી સંરક્ષણ કેન્દ્ર અને સખીવન સ્ટોપ સેન્ટરમાં રહેતી પર પ્રાંતિય મહિલાઓને તેમના પરીવારજનો સાથે ભેટો કરાવવામાં આવી રહ્યો છે. જ્યાં મધ્યપ્રદેશની પરિણીતાનું બે વર્ષ બાદ પતિ સાથે મિલન કરાયું હતુ.

આ અંગે પાલનપુર સખીવન સ્ટોપ સંચાલક મધુબેન વાઘેલાએ જણાવ્યું હતુ કે, નારી સંરક્ષણ કેન્દ્રના સુપ્રિન્ટેન્ડન્ટ સોનલબેન ચૌધરી તથા સ્ટાફ દ્વારા નારી સંરક્ષણ કેન્દ્રમાં છેલ્લા બે વર્ષથી રહેતી મધ્યપ્રદેશની મહિલા સંગીતા (નામ બદલ્યું છે)ને એક માસ અગાઉ સખી વન સ્ટોપ સેન્ટરમાં લવાઇ હતી. જ્યાં તેણીની પુછપરછ દરમિયાન વતનનું સરનામું મળતાં મધ્યપ્રદેશના છીનવાડા તાલુકાના ઉમરીયા ઇસરા ગામે તપાસ કરાવી હતી. જ્યાં તેણીનો પતિનું નામ સરનામું મળતાં અમારી ટીમના મલ્ટી પરર્પજ મધુબેન તેમજ પોલીસ સ્ફાટ સાથે ત્યાં ગયા હતા. અને પતિ સાથે મિલન કરાવવામાં આવ્યું હતુ. બે વર્ષ બાદ પતિ - પત્નીનું મિલન થતાં આંખોમાંથી હર્ષના આંસુ વહ્યા હતા. તેના પતિએ જણાવ્યું હતુ કે, હું તેને બે વર્ષથી શોધતો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો