પાલનપુરની ચિત્રાસણીની 108 એમ્બ્યુલન્સ નો મોબાઈલ 03:00 વાગ્યાની આસપાસ રણકે છે અને સામેથી અવાજ આવે છે કે, એક બાળકી ને તેની માતાએ તરછોડીને નાળામાં ફેંકેલી છે. અને એ બાળકીને હવે 108ની જરૂર છે. આ મુજબ કેસ મળતા જ તાત્કાલિક 108ની ટીમના ઇએમટી ભરતસિંહ ગેહલોત અને પાયલટ મુકેશભાઈ દેસાઈ એક ક્ષણનો પણ વિલંબ કર્યા વગર બાળકી જે સ્થળે હતી.તે ઘટના સ્થળ પર પહોંચવા રવાના થયા હતા.
કોટડા અને પીરોજપુરા ગામની વચ્ચે આવેલા નાળામા અંદાજે 1 માસની બાળકીને કોઈ માતાએ રડતી હાલતમાં નાખી દીઘેલી મળી આવી હતી. જેને એમ્બ્યુલન્સમાં લઇ ને બાળકીના વાઈટલ ચેક કર્યા હતા અને GVK EMRI 108ના અમદાવાદ સ્થિત ફિજીશિયન ડોકટરની સલાહ લઈને બાળકીને જરૂરી તમામ સારવાર આપી બાળકીને નવજીવન બક્ષ્યું હતું. આ અંગે 108ના પ્રોગ્રામ મેેનેજર કમલેશ પઢિયારે જણાવ્યું કે, જ્યારે જન્મ આપનારી માંની મમતા ખૂટી પડે છે ત્યારે બીજી માતા એવી 108ની મમતા તેના બાળકને મરવા દેતી નથી અને નવજીવન પુરે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.