તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

ક્રાઇમ:મોરબીની યુવતીએ લવ મેરેજ કરતાં પરિવારે કાંકરેજમાં 3 લાખમાં પરણાવી

પાલનપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 181 દ્વારા પાલનપુર સખી વન સ્ટોપ સેન્ટરમાં મુકાઈ

મોરબીની એક યુવતીએ ગામમાં જ યુવક સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. જોકે, તેના પિતા સહિત પાંચ શખ્સએ સમાધાન પેટે જમાઈ પાસેથી નાણા લીધા બાદ તેને કાંકરેજ તાલુકાના એક ગામમાં 3 લાખ રૂપિયા લઈ પરણાવી દેવામાં આવી હતી. આ અંગે 181 મહિલા હેલ્પલાઇનને કોલ મળતાં ગુરુવારે યુવતીને પાલનપુર સખી વન સ્ટોપ સેન્ટર ખાતે મુકી હતી. બનાસકાંઠામાં વધુ એક હ્યુમન ટ્રાફિકિંગનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ અંગે પાલનપુર 181 મહિલા અભિયમના કાઉન્સેલર સરોજબેન તૂરીએ જણાવ્યું હતું કે, એક પુરુષનો કોલ આવ્યો હતો. તેણે કહ્યું હતું કે, કાંકરેજ તાલુકાના એક ગામમાં તેની દીકરીને સાસરિયા ત્રાસ આપી ગોંધી રાખી છે.

આથી પોલીસ મહિલા હેડ કો. સરોજબેન ચૌહાણ સાથે સ્થળ ઉપર જઇ યુવતીની પૂછપરછ કરતાં તેણીએ ચોકાવનારો ખુલાસો કરતાં જણાવ્યું હતું કે, મેં અમારા ગામમાંજ 10 માસ અગાઉ મને ગમતાં યુવક સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. જોકે, મારા પરિવારને મંજુર ન હતાં. છતાં મારા પિતાએ મારા પતિ પાસેથી રૂપિયા 35000 લઈ એની સાથે મોકલવા સમાધાન કર્યું હતું. જોકે, બાદમાં કાંકરેજ તાલુકાના એક ગામમાં 3 લાખ લઈ પરણાવી દીધી છે. અને અહીંથી પણ અન્ય સ્થળે પરણાવી દે તેવો ભય છે. હું મારા પતિ સાથે રહેવા માંગુ છું. યુવતીના આ નિવેદનના આધારે તેણીને પાલનપુર સખી વન સ્ટોપ સેન્ટરમાં મુકવામાં આવી છે. દરમિયાન આ અંગે યુવતીના પતિ સાથે સંપર્ક કરતાં તેણે આ યુવતીને લઈ જવાનું જણાવ્યું હતું. ઉલ્લેખનિય છે કે, યુવતીના અગાઉ પ્રેમ લગ્ન થઈ ગયા છે. એ બાબતે પણ કાંકરેજના પરિવારને અંધારામાં રાખ્યો હતો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ અનુભવી તથા ધાર્મિક પ્રવૃત્તિના વ્યક્તિ સાથે મુલાકાત તમારી વિચારધારામાં પણ પોઝિટિવ પરિવર્તન લાવશે. જીવન સાથે જોડાયેલાં દરેક કાર્યને કરવાની સારી દૃષ્ટિ પ્રાપ્ત થશે. આર્થિક સ્થિતિ...

વધુ વાંચો