• Gujarati News
  • Local
  • Gujarat
  • Banaskantha
  • The Minister Of State For Home Affairs Inspected The Banas Dairy Complex And Helipad At Deodar, Met The Officials And Reviewed The Arrangements.

વડાપ્રધાન બનાસકાંઠાની મુલાકાતે:ગૃહ રાજ્યમંત્રીએ દિયોદર ખાતે બનાસ ડેરી સંકુલ અને હેલીપેડનું નિરીક્ષણ કર્યુ, અધિકારીઓ સાથે મુલાકાત કરી વ્યવસ્થાઓ અંગે સમીક્ષા કરી

પાલનપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બનાસ ડેરી સંકુલ, પોટેટો પ્રોસેસિંગ અને પ્રોડક્ટ યુનિટનું 19 એપ્રિલના રોજ પીએમના હસ્તે લોકાર્પણ
  • હર્ષ સંઘવીએ જિલ્લા વહીવટી તંત્ર અને બનાસ ડેરીના ઉચ્ચ અધિકારીઓ સાથે સ્થળ મુલાકાત કરી
  • કાર્યક્રમની તૈયારીઓની માહિતી મેળવી ધિકારીઓને જરૂરી માર્ગદર્શન અને સુચનાઓ આપી

બનાસકાંઠા જિલ્લાના દિયોદર નજીક સણાદર ખાતે 151 વીઘામાં નિર્માણ પામેલા બનાસ ડેરી સંકુલ, પોટેટો પ્રોસેસિંગ અને પ્રોડક્ટ યુનિટ તથા દૂધવાણી કોમ્યુનિટી રેડીયો સ્ટેશન (FM 90.4)નું આગામી તા. 19 એપ્રિલ, 2022 અને મંગળવારના રોજ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પણ થવાનું છે. આ સિવાય વિશાળ મહિલા સંમેલન પણ યોજાવાનું છે. વડાપ્રધાનના આ કાર્યક્રમને અનુલક્ષી ગૃહ અને પોલીસ હાઉસીંગ, આપત્તિ વ્યવસ્થાપન તથા રમત-ગમત રાજ્યમંત્રી હર્ષભાઇ સંઘવીએ દિયોદર ખાતે બનાસ ડેરી સંકુલ અને હેલીપેડનું નિરીક્ષણ કર્યુ હતું.

વડાપ્રધાનના કાર્યક્રમને લઇ બનાસ ડેરી દ્વારા તડામાર તૈયારીઓ ચાલુ છે. ત્યારે ગૃહ રાજ્યમંત્રીએ જિલ્લા વહીવટી તંત્ર અને બનાસ ડેરીના ઉચ્ચ અધિકારીઓ સાથે સ્થળ મુલાકાત કરીને કાર્યક્રમની તૈયારીઓની માહિતી મેળવી હતી. ઉપરાંત કરવામાં આવેલી વ્યવસ્થા અંગે વિસ્તૃત સમીક્ષા કરી અધિકારીઓને જરૂરી માર્ગદર્શન અને સુચનાઓ આપી હતી.

અન્ય સમાચારો પણ છે...